Maharashtra News : મહારાષ્ટ્રમાં પોતાના સિનીયર પર એક મહિલા કર્મચારીએ ગંભીર આરોપ લગાવ્યા છે. મહિલાનો આરોપ છે કે તેના સિનીયરે કાળો જાદૂ કરીને તેને વશમાં કરવાનો પ્રયાસ કર્યો હતો. સિનિયરે પાણીમાં રાખ ભેળવીને આમ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો મહિલાએ દાવો કર્યો હતો. જેને લઈને મહિલાએ આરોપી સામે ફરિયાદ દાખલ કરાવી હતી. હાલમાં આરોપી ફરાર છે અને પોલીસે તેની સોધ હાથ ધરી છે.
મહારાષ્ટ્રના એક્સાઇઝ વિભાગમાં આ મહિલા કામ કરે છે. મહિલાને તાજેતરમાં તેની પાણીની બોટલનો સ્વાદ વિચિત્ર લાગ્યો હતો. જોકે શરૂઆતમાં, તેણે તેની અવગણના કરી હતી. બીજીતરફ આવું વારંવાર થવા લાગ્યું, ત્યારે મહિલાને શંકા ગઈ હતી. દરમિયાન તે જ્યારે ઓફિસમાં ગેરહાજર હતી ત્યારે તેણે વસ્તુઓ રેકોર્ડ કરી. આમાંથી જાણવા મળ્યું કે વેરહાઉસ ઇન્ચાર્જ પ્રશાંત અંબિક તેની ખુરશી, ડેસ્ક, સ્કાર્ફ અને પાણીની બોટલ પર રાખ છાંટી રહ્યો હતો.
આ ઘટના બાદ મહિલાએ વાલચંદનગર પોલીસ સ્ટેશનમાં મહારાષ્ટ્ર બ્લેક મેજિક એક્ટ 2013 હેઠળ FIR નોંધાવી હતી. મહિલા કર્મચારીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે 10 જુલાઈના રોજ સાંજે 4 વાગ્યે જ્યારે તેણીએ તેની બોટલમાંથી પાણી પીવાનું શરૂ કર્યું ત્યારે તેને પાણીનો સ્વાદ વિચિત્ર લાગ્યો. બોટલનું ઢાંકણ બરાબર બંધ ન થયું હશે એમ મહિલાને લાગ્યું હતું. પરંતુ આ વારંવાર થવા લાગ્યું. આ દરમિયાન, મહિલાએ તેના ડેસ્ક અને ખુરશી પર રાખ જેવા સફેદ પાવડરના નિશાન પણ જોયા.
મહિલાને ૪ ઓગસ્ટના રોજ, ફરીથી પાણીનો સ્વાદ વિચિત્ર લાગ્યો. આથી તેને ખાતરી થઈ ગઈ કે કોઈ તેના પાણી સાથે ચેડા કરી રહ્યું છે. આ પછી, તેણે આ અંગે એક્સાઇઝ ઇન્સ્પેક્ટર અને યુનિટના જનરલ મેનેજરને ફરિયાદ કરી. ૫ ઓગસ્ટના રોજ, મહિલાએ ફોનનો કેમેરો ચાલુ કર્યો અને તેને ઓફિસમાં છોડી દીધો.
રેકોર્ડિંગમાં, અંબિક મહિલાના સામાન પર રાખ છાંટતો અને તેની પાણીની બોટલમાં રાખ ભેળવતો જોવા મળ્યો હતો. જ્યારે આ વિડીયો ફેક્ટરીમાં લોકોને બતાવવામાં આવ્યો, ત્યારે અંબિકે સ્વીકાર્યું કે તે માનતો હતો કે રાખ છાંટવાથી અથવા તેને પાણીમાં ભેળવીને કોઈને માનસિક રીતે નિયંત્રિત કરી શકાય છે અને તેમને નજીક લાવી શકાય છે.
પોલીસે જણાવ્યું કે આ કેસમાં કાળા જાદુ અને અંધશ્રદ્ધા કાયદા હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને ફરાર આરોપીની શોધ ચાલુ છે.
આ પણ વાંચો:અમિત શાહ દિલ્હી વિધાનસભામાં અખિલ ભારતીય સ્પીકર્સ કોન્ફરન્સનું ઉદ્ઘાટન કરશે
આ પણ વાંચો:TikTok પર ભારતમાં પ્રતિબંધ યથાવત ,સરકારે આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો ન હોવાનું કહ્યું
આ પણ વાંચો:ઉપરાષ્ટ્રપતિ પદ માટે NDA અને વિપક્ષ વચ્ચે સીધી સ્પર્ધા,ઉમેદવારી પત્રોની ચકાસણી પૂર્ણ
