Jamui Minor Girl Harassment Case Nandan Yadav: બિહારના જમુઈમાં સગીર યુવતી અને તેના મિત્ર સાથે કથિત ગેરવર્તનનો વીડિયો વાયરલ થયા બાદ શરૂ થયેલા વિવાદમાં પોલીસ કાર્યવાહી વધુ તેજ બની છે. 22 સપ્ટેમ્બરે ફરાર મુખ્ય આરોપી નંદન યાદવ(Nandan Yadav ) પોલીસ સાથેની અથડામણમાં પગમાં ગોળી વાગ્યા બાદ ઝડપાયો છે. બીજા આરોપી હરે રામ યાદવને પણ પોલીસ કાર્યવાહી દરમિયાન ઈજા થઈ હોવાની માહિતી છે. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. બિહાર પોલીસના એડીજી લો એન્ડ ઓર્ડરે પોલીસ કાર્યવાહીની પુષ્ટિ કરી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે.
પપ્પુ યાદવે કરી કડક સજાની માંગ
કેસને લઈને કોંગ્રેસ સાંસદ પપ્પુ યાદવે(Congress MP Pappu Yadav) કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે નંદન યાદવ(Nandan Yadav ) જેવા આરોપીઓ સામે ઝડપી ટ્રાયલ ચલાવીને કડક સજા આપવાની માંગ કરી છે. અહેવાલ મુજબ તેમણે 10 દિવસમાં સ્પીડી ટ્રાયલની માંગ સાથે ફાંસીની સજા અંગે પણ નિવેદન આપ્યું છે. સાથે જ તેમણે બિહાર સરકારના મંત્રી શ્રેયસી સિંહના રાજીનામાની માંગ કરી છે.

તેજસ્વી યાદવે મુખ્યમંત્રી પાસે માંગ્યું રાજીનામું
આ મામલે બિહાર વિધાનસભામાં વિપક્ષના નેતા તેજસ્વી યાદવે પણ સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે રાજ્યમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષાને લઈને સવાલો ઉઠાવ્યા અને મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરીના(Nandan Yadav) અગાઉના નિવેદનનો ઉલ્લેખ કરીને તેમના રાજીનામાની માંગ કરી. તેજસ્વીએ ઘટનાને ગંભીર અને શરમજનક ગણાવીને આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.
જીતનરામ માંઝીએ તેજસ્વી પર કર્યો પ્રહાર
મુખ્ય આરોપી નંદન યાદવની(Nandan Yadav ) ધરપકડ બાદ કેન્દ્રીય મંત્રી અને HAM નેતા જીતનરામ માંઝીએ તેજસ્વી યાદવ(Tejashwi Yadav) પર રાજકીય પ્રહાર કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા કહ્યું કે સરકાર આરોપીઓ સામે કાર્યવાહી કરી રહી છે અને આ મામલે તેજસ્વીના અગાઉના નિવેદનોનો ઉલ્લેખ કર્યો. બંને નેતાઓ વચ્ચે આ મુદ્દે રાજકીય નિવેદનબાજી પણ તેજ બની છે.
શું છે સમગ્ર જમુઈ કેસ?
19 સપ્ટેમ્બરે જમુઈમાં એક સગીર યુવતી અને તેના સગીર મિત્રને કેટલાક યુવકોએ રસ્તામાં રોક્યા બાદ કથિત રીતે ગેરવર્તન કર્યું હોવાનો આરોપ છે. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ દ્વારા કેસ નોંધવામાં આવ્યો અને આરોપીઓની ઓળખ તથા ધરપકડ માટે કાર્યવાહી શરૂ કરવામાં આવી. અહેવાલો મુજબ આ કેસમાં અત્યાર સુધીમાં અનેક આરોપીઓની ધરપકડ થઈ છે અને ફરાર આરોપીઓની શોધખોળ પણ ચાલી રહી છે.
કેસમાં SIT અને તપાસ આગળ વધી રહી છે
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ માટે SITની રચના કરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. પોલીસ વીડિયો, સાક્ષીઓ અને અન્ય પુરાવાના આધારે સમગ્ર ઘટનાક્રમની તપાસ કરી રહી છે. બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગ(National Commission for Women) અને બિહાર મહિલા આયોગે(Bihar Women’s Commission) પણ મામલાની નોંધ લઈને કાર્યવાહી અંગે માહિતી માંગી હોવાનું અહેવાલ છે.
આ પણ વાંચો:જમુઈ કાંડમાં મોટું અપડેટ, મુખ્ય આરોપી નંદન યાદવ પોલીસ અથડામણ બાદ ઝડપાયો
આ પણ વાંચો:ખાન સર વિરુદ્ધ FIR કરાવવા રૌશન આનંદના ધરણા, ભાઈના મોત બાદ પરિવારે માંગી સુરક્ષા
આ પણ વાંચો:બેલ્ચી સમારોહમાં લલ્લન સિંહનો કોંગ્રેસ અને લાલુ યાદવ પર કડક પ્રહાર
