Khan sir controversy patna: બિહારના પટનાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પટનાના પ્રખ્યાત ‘જ્ઞાન બિંદુ જીએસ એકેડેમી’ (Gyan Bindu GS Academy) ના ડિરેક્ટર રૌશન આનંદે જાણીતા શિક્ષક ફૈઝલ ખાન અર્થાત ‘ખાન સર’ (Khan Sir) વિરુદ્ધ મોરચો માંડ્યો છે. રૌશન આનંદે પટનાના કદમકુઆં પોલીસ સ્ટેશનમાં ખાન સર વિરુદ્ધ લેખિત ફરિયાદ આપી છે. તેમનો આરોપ છે કે વારંવાર અરજી કરવા છતાં પણ પોલીસ આ મામલે FIR નોંધવામાં આનાકાની કરી રહી છે. આનાથી નારાજ થઈને તેઓ પોલીસ સ્ટેશનની બહાર જ ધરણા પર બેસી ગયા હતા અને ભાવુક થઈને કહ્યું હતું કે, “યા તો મને મારી નાખો, અથવા ખાન સર વિરુદ્ધ FIR દાખલ કરો.”
વિદ્યાર્થીઓ પણ સમર્થનમાં આવ્યા
રૌશન આનંદના આ ધરણા પ્રદર્શનની ખબર વાયુવેગે ફેલાઈ જતાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના સમર્થનમાં કદમકુઆં પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓએ પોલીસની કાર્યશૈલી પર ગંભીર સવાલો ઉઠાવ્યા હતા અને ખાન સર(Khan sir) વિરુદ્ધ તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.

ભાઈના મોત બાદ રૌશન આનંદના જીવ પર જોખમ(Khan sir)
આ સમગ્ર વિવાદ વચ્ચે રૌશન આનંદના પરિવારની ચિંતામાં પણ મોટો વધારો થયો છે. તાજેતરમાં જ રૌશન આનંદના ભાઈ પ્રિન્સ યાદવનું નેપાળમાં શંકાસ્પદ સંજોગોમાં મોત નીપજ્યું હતું. ભાઈના મોત બાદ હવે પરિવારને રૌશન આનંદની સુરક્ષાને લઈને મોટો ડર સતાવી રહ્યો છે. રૌશન આનંદના કાકા મનોજ યાદવે મીડિયા સમક્ષ આશંકા વ્યક્ત કરી છે કે વિરોધી તત્વો રૌશનને પણ નુકસાન પહોંચાડી શકે છે, કારણ કે પ્રિન્સના અવસાન બાદ પરિવારમાં હવે રૌશન જ એકમાત્ર સહારો બચ્યા છે.
પરિવારે સુરક્ષા ન મળવાનો લગાવ્યો આરોપ
કાકા મનોજ યાદવના જણાવ્યા અનુસાર, પરિવારે અગાઉ પણ સરકાર પાસે સુરક્ષાની માંગણી કરી હતી, પરંતુ તેમને પૂરતી સુરક્ષા આપવામાં આવી નથી. જેલમાંથી જામીન મળ્યા બાદ પટનાથી સહરસા સુધીની મુસાફરી દરમિયાન પણ તેમની સાથે કોઈ સુરક્ષા નહોતી, જેથી સંપૂર્ણ પરિવાર સતત ભયના ઓથાર હેઠળ જીવી રહ્યો છે. આ સાથે જ પરિવારે ન્યાયપાલિકા પર ભરોસો મૂકતા પ્રિન્સ યાદવના મોતની CBI તપાસ કરાવવાની માંગ દોહરાવી છે જેથી દૂધનું દૂધ અને પાણીનું (Khan sir)પાણી થઈ શકે.
