Odisha Textbook Errors: ઓડિશાના શાળા અને લોકશિક્ષણ વિભાગના નવા પાઠ્યપુસ્તકોમાં એક મોટો છબરડો સામે આવ્યો છે. શૈક્ષણિક સત્ર 2026-27 માટે ધોરણ 1 થી 8 ના નવા છપાયેલા પુસ્તકોમાં કોઈ એક-બે નહીં, પરંતુ કુલ 1,678 જેટલી તથ્યાત્મક, પ્રિન્ટિંગ અને વૈચારિક (Conceptual) ભૂલો મળી આવી છે. આ ગંભીર બેદરકારી સામે આવતા જ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ આ મામલે હાઈ-લેવલ તપાસના આદેશ આપ્યા છે અને 7 દિવસમાં રિપોર્ટ માંગ્યો છે. આ પુસ્તકો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP 2020) અને ઓડિશા કરિકુલમ ફ્રેમવર્ક 2025 હેઠળ મોટી સંસ્થાઓની દેખરેખમાં તૈયાર કરાયા હતા, છતાં આટલી મોટી લાપરવાહી જોવા મળી છે.
Newtonને ‘પાયલટ’ બનાવ્યા, હમ્પીને કોણાર્ક મંદિર!
જ્યારે આ નવા પુસ્તકો શાળાઓમાં પહોંચ્યા ત્યારે શિક્ષકો પણ ચોંકી ગયા હતા. પુસ્તકોમાં એવી ગંભીર ભૂલો છે જે બાળકોના પાયાના જ્ઞાનને બગાડી શકે છે. આ પુસ્તકોમાં દુનિયાના મહાન વૈજ્ઞાનિક સર આઇઝેક ન્યૂટનને (Newton) વૈજ્ઞાનિકના બદલે “મહાન પાયલટ” લખી દેવામાં આવ્યા છે! આ ઉપરાંત કર્ણાટક વિધાનસભાની તસવીરને ‘ઓડિશા વિધાનસભા’ અને કર્ણાટકના પ્રખ્યાત હમ્પી મંદિર પરિસરના ફોટોને ‘કોણાર્ક સૂર્ય મંદિર’ ગણાવી દેવાયું છે.
ભૂગોળ પણ બદલી નાખ્યું
પુસ્તકોમાં માત્ર ઇતિહાસ જ નહીં પણ ભૂગોળ સાથે પણ ચેડાં થયા છે. ઓડિશાની(Newton) પ્રખ્યાત નિયમગિરી પહાડીઓને ભૂગોળના પુસ્તકમાં ઝારખંડમાં દર્શાવવામાં આવી છે. ગંજામ જિલ્લાના મુખ્ય શહેર બ્રહ્મપુરને(Newton) સીધો એક નવો ‘જિલ્લો’ જ જાહેર કરી દેવાયો છે. કુલ 1,678 ભૂલોમાંથી સૌથી વધુ 705 ભૂલો માત્ર ધોરણ 8 ના પુસ્તકોમાં છે. જ્યાં ઘઉંને ડાંગર, કાચના ગ્લાસને કપ, તાપમાનને દબાણ અને ફૂડ વેબ (ખાદ્ય જાળ) ને ફૂડ સાયકલ (ખાદ્ય ચક્ર) લખવામાં આવ્યું છે. એટલું જ નહીં, ‘ઇક્વિનોક્સ’ (વિષુવ) ને ‘ઇક્વેટર’ (ભૂમધ્ય રેખા) બતાવી દેવાયું છે.
મુખ્યમંત્રીએ બોલાવી ઈમરજન્સી બેઠક
આ વિવાદ વધતા જ મુખ્યમંત્રી મોહન ચરણ માઝીએ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી હતી, જેમાં શિક્ષણ મંત્રી નિત્યાનંદ ગોંડ અને મુખ્ય સચિવ હાજર રહ્યા હતા. સીએમ દ્વારા આ મામલે વિકાસ કમિશનરની અધ્યક્ષતામાં 3 સભ્યોની સમિતિ બનાવીને 7 દિવસમાં કડક રિપોર્ટ માંગવામાં આવ્યો છે. બીજી તરફ, વિવાદ (Newton) વધતા શિક્ષણ વિભાગે પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને બાળકોનો અભ્યાસ ન બગડે તે માટે શાળાઓમાં ‘શુદ્ધિપત્ર’ (Corrigendum) જાહેર કર્યું છે, જેથી શિક્ષકો સુધારો કરીને ભણાવી શકે.
આ પણ વાંચો:ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળનો નિર્ણય, નવા શૈક્ષણિક વર્ષથી પાઠ્યપુસ્તકોમાં થશે ફેરફાર
આ પણ વાંચો:કાગળના ભાવ વધ્યા છતાં પાઠ્યપુસ્તકો સસ્તા જ રહેશે, ગુજરાત સરકારનો નિર્ણય
આ પણ વાંચો:વિદ્યાર્થીઓને અપાતા પાઠ્યપુસ્તકનો ભંગારના ગોડાઉનમાં ઝડપાયો જથ્થો
