નવી દિલ્હી.
24, જુલાઈ 2018.
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ) ના નેતા ઈન્દ્રેશકુમારે પોતાના નિવેદનમાં જણાવ્યુ કે, “જો બીફ ખાવાનુ છોડી દેવામાં આવે તો, મોબ લિન્ચિંગ જેવી ઘટનાઓ ખતમ થઈ શકે છે.” તેમણે જણાવ્યુ હતું કે, આ રીતની ઘટનાઓને પહોંચી વળવા માટે લોકોમાં સંસ્કાર હોવા જરુરી છે.
આરએસએસના નેતાનુ આ નિવેદન અલવર લિન્ચિંગના થોડા દિવસ બાદ આવ્યુ છે. આરએસએસ નેતા ઈન્દ્રેશકુમારે જણાવ્યુ કે મોબ લિન્ચિંગ સારી વાત નથી, પરંતુ જો લોકો બીફ ખાવાનુ બંધ કરી દે તો ઓટોમેટિક શેતાનો દ્વારા કરવામાં આવતા અપરાધ રોકી શકાય છે. ઈન્દ્રેશકુમારે પોતાના નિવેદનમાં વધુમાં જણાવ્યુ કે,
“કોઈપણ ધર્મ ગાયને મારવાની મંજુરી નથી આપતો. પછી તે ઈસાઈ ધર્મ હોય કે ઈસ્લામ ધર્મ. ઈસાઈ ધર્મમાં હોલી કાઉની વાત કરે છે કારણકે જીસસનો જન્મ ગૌશાળામાં જ થયો હતો. ઈસ્લામની વાત કરીએ તો મક્કા અને મદીનામાં આજે પણ ગાયને મારવા પર પ્રતિબંધ છે.”
ઈન્દ્રેશકુમારે જણાવ્યુ કે, કાયદાને પોતાનુ કામ કરવુ જાઈએ. પરંતુ આ સમસ્યાને પહોંચી વળવા માટે સમાજમાં પણ સાચા સંસ્કાર હોવા જાઈએ. રાંચીમાં હિંદુ જાગરણ મંચની ઝારખંડ યોજનાનુ ઉદ્ઘાટન કરતા તેમણે પત્રકારોને સંબોધતા જણાવ્યુ કે, રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ મામલા સાથે જોડાયેલ મુસ્લિમ પાર્ટીઓ પહેલાથી જ અયોધ્યામાં મસ્જિદ બનાવવાની માંગને છોડી ચુકી છે. તેમણે જણાવ્યુ કે, હિન્દુઓને સાંપ્રદાયિક કહેવુ બધા જ ધર્મને સાંપ્રદાયિક કહેવા જેવુ છે.