Not Set/ પાકિસ્તાનમાં મતદાન શરૂ,આતંકી હાફિજ સઇદનો પુત્ર પણ મેદાનમાં

ઇસ્લામાબાદ પડોશી દેશ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણીઓ થઇ રહી છે અને વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે,જે સાંજે 6 સુધી ચાલશે.પાકિસ્તાનની 272 સીટો પર લગભગ 100 જેટલા પક્ષોના 3,549 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.પાકિસ્તાનની સંસદમાં કુલ 342 સીટો છે જેમાંથી 70 સીટો રીઝર્વ છે. આ ચૂંટણીઓને લઇને પાકિસ્તાનમાં 3,71, 388 જેટલા સુરક્ષા જવાનોને […]

Top Stories

ઇસ્લામાબાદ

પડોશી દેશ પાકિસ્તાનમાં આજે સામાન્ય ચૂંટણીઓ થઇ રહી છે અને વહેલી સવારે 8 વાગ્યાથી મતદાન શરૂ થયું છે,જે સાંજે 6 સુધી ચાલશે.પાકિસ્તાનની 272 સીટો પર લગભગ 100 જેટલા પક્ષોના 3,549 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યાં છે.પાકિસ્તાનની સંસદમાં કુલ 342 સીટો છે જેમાંથી 70 સીટો રીઝર્વ છે.

આ ચૂંટણીઓને લઇને પાકિસ્તાનમાં 3,71, 388 જેટલા સુરક્ષા જવાનોને પોલીંગ બુથો પર તૈનાત કરવામાં આવ્યાં છે. કુલ 8,508 પોલીંગ સ્ટેશન અને 244687 પોલીંગ બુથ પર મતદાન થશે,આમાંથી 17,007 પોલીંગ સ્ટેશન અતિ સંવેદનશીલ માનવમાં આવે છે.

આ ચૂંટણીમાં મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ હાફિઝ સઇદનો પુત્ર હાફિઝ તલ્હા પણ ચૂંટણી લડી રહ્યો છે.પાકિસ્તાનના જનરલ ઇલેક્શનમાં 10 કરોડ જેટલા મતદાતાઓ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

પાકિસ્તાનમાં મતદાન શરૂ થતા નામાંકિત નેતાઓ વહેલી સવારે મત નાંખવા પોલીંગ બુથ પહોંચ્યા હતા.લાહોરમાં પીએમએલ-એનના વડાપ્રધાન પદના ઉમેદવાર શહબાઝ શરીફે પોતાનો મત નાંખ્યો હતો.શહબાઝ પાકિસ્તાનના પુર્વ પીએમ નવાઝ શરીફના ભાઇ છે.નવાઝ શરીફ હાલ ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં છે.

પાકિસ્તાનમાં હાલ નવાઝ શરીફની પીએએલ-એન અને ઇમરાન ખાનની પીટીઆઇ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે. એ સિવાય બિલાવલ ભુટ્ટોની પીપીપી પણ મેદાનમાં છે. હાલના ચૂંટણી માહોલ પ્રમાણે ઇલેક્શન એક્સપર્ટ એવું માને છે કે પાકિસ્તાનની સેના આ ચુંટણીમાં તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાનને વિજય બનાવવામાં લાગેલી છે. નિષ્ણાંતોનુ માનવુ છે કે પાકિસ્તાન સેનાએ દેશની સૌથી મોટી રાજકીય પાર્ટીઓ ખાસ કરીને પાકિસ્તાન મુસ્લીમ લીગ નવાઝ અને પાકિસ્તાન પિપલ્સ પાર્ટીને જીતવા માટે કોઈ તક ઉભી થવા દીધી નથી.