pm Awas Yojana/ પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈને સરકારે લીધો મહત્વનો નિર્ણય

2015માં આ PMAYની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય તમામ ગરીબોને પોસાય તેવા પાકા મકાનોની સુવિધા આપવાનો છે. PMAY યોજનાને સારો પ્રતિસાદ મળતા માત્ર શહેરી વિસ્તાર પુરતી સીમિત ના રાખતા ગ્રામીણ વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવી

Top Stories Gujarat
PMAY

‘ગરીબોને ઘર’ ઉદેશ્ય હેઠળ ભારત સરકારે મહત્વની એવી પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) યોજના શરૂ કરી. 2015માં આ PMAYની શરૂઆત કરવામાં આવી હતી. આ યોજનાનો મુખ્ય ઉદેશ્ય તમામ ગરીબોને પોસાય તેવા પાકા મકાનોની સુવિધા આપવાનો છે. PMAY યોજના માત્ર શહેરી વિસ્તાર પુરતી સીમિત ના રાખતા ગ્રામીણ વિસ્તારોમાં પણ લાગુ કરવામાં આવી. આ યોજનાને લઈને મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો. જે અંતર્ગત વર્ષ 2024 સુધી પ્રધાન મંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G)ને લંબાવવામાં આવી.

સમાજના આર્થિક રીતે નબળા વર્ગો માટે સસ્તું આવાસ પ્રદાન કરવાની ભારત સરકારની આ પહેલને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આથી સરકાર દ્વારા પાકા મકાનો બનાવવાનો કુલ લક્ષ્યાંકમાં ફેરફાર કરવામાં આવ્યો. જે અંતર્ગત 2024 સુધીમાં ગરીબો માટે 2.95 કરોડ  પાકા મકાનો બનાવવાનો લક્ષ્યાંક રાખ્યો છે.

PMAY યોજના શરૂ થયા બાદ સમગ્ર રિયલ એસ્ટેટ માર્કેટની સ્થિતિમાં બદલાવ આવ્યો છે. ગરીબો માટે ઘર ખરીદવાની કિંમતમાં ઘટાડો કરીને સરકારે પછાત વર્ગના ઘર બનાવવાના સપના પૂર્ણ કર્યા છે. જે લાભાર્થી પ્રધાનમંત્રી આવાસ યોજના યોજનાનો લાભ લેવા માંગે છે તેણે PMAY (પ્રધાનમંત્રી આવાસ યોજના) યોજના વિશે વિગતે જાણવું જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના (Pmay) યોજના શહેરી આવાસ માટે માંગ અને પુરવઠા વચ્ચે સતત વધી રહેલા અંતરને દૂર કરવાના હેતુથી શરૂ કરવામાં આવી હતી. સાથે નબળા વર્ગો માટે પોસાય તેવા આવાસને પ્રોત્સાહન આપવાનો ઉદેશ્ય પણ રહેલો છે.

PMAY યોજનાનો લાભ લેનાર લાભાર્થી પાસે ભારતમાં કોઈપણ સ્થાન પર પાકું મકાન ના હોવું જોઈએ. જ્યારે જે લોકો 18 લાખથી ઓછી આવક ધરાવતા હોય તેઓ જ આ યોજનાનો લાભ લઈ શકે છે. PMAY યોજનામાં આવક મુજબ LIG, MIG અને EWS શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે તે મુજબ જ મકાન ફાળવવામાં આવશે. અરજદારે યોજનાનો લાભ લેવા આવકનો પુરાવો ફરજીયાત આપવાનો રહેશે.­­­


આ પણ વાંચો : ફૂટપાથ પર ચાલતા પાંચ લોકોને કાર ચાલકે એક ઝાટકે ઉડાવી દીધા, જુઓ વીડિયો