Ahmedabad News/ અમદાવાદના રાણીપમાં હિટ એન્ડ રનની ઘટના, બલોલનગર બ્રિજ પરથી પટકાતા યુવાનનું મોત

અમદાવાદના રાણીપ વિસ્તારમાં બલોલનગર બ્રિજ પર સ્કૂટરને પાછળથી કારની ટક્કર વાગતા યુવાન પુલ પરથી નીચે પડ્યો. અકસ્માત (Accident) માં ઘટનાસ્થળે જ મોત.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Accident

Ahmedabad News:અમદાવાદના રાણીપ વિસ્તારમાં આવેલા બલોલ નગર બ્રિજ પર મોડી રાત્રે એક ભયાનક અને કરુણ અકસ્માત (Accident) સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી એક કારે પાછળથી એક્ટિવા પર સવાર યુવક-યુવતી દંપતીને ટક્કર મારી હતી, જેના પગલે બંને બ્રિજ પરથી નીચે પટકાઈ ગયાં હતાં.

અકસ્માત (Accident)માં ઘટના સ્થળે જ એકનું  મોત  

આ ઘટનામાં યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ થયેલી તેની પત્નીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.મળતી માહિતી અનુસાર, આ અકસ્માત (Accident) મોડી રાત્રે બન્યો હતો. દંપતી એક્ટિવા પર બેઠા બલોલ નગર બ્રિજ પરથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે એક અજાણ્યા કારચાલકે પાછળથી અતિ ઝડપે આવીને એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કરના ધક્કાથી એક્ટિવા અસંતુલિત થઈ ગઈ અને દંપતી બ્રિજની ઊંચાઈથી સીધા નીચે પડી ગયાં.

ઘટનાસ્થળે જ યુવકનું મોત થઈ ગયું હતું, જ્યારે યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થઈ હતી. સ્થાનિક લોકો અને પસાર થતા વાહનચાલકોએ તાત્કાલિક 108 ઈમરજન્સી સેવાને જાણ કરી હતી. યુવતીને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ ઈજાઓ ગંભીર હોવાથી તેણી પણ બચી શકી નહીં.રાણીપ પોલીસે આ ઘટનાને ગંભીર ગણીને તાત્કાલિક ગુનો નોંધ્યો છે.અને આગળની તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો:અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો

આ પણ વાંચો:અમદાવાદમાં વધુ એક ડમ્પર ચાલકે લીધો નિર્દોષનો જીવ, અકસ્માતમાં 22 વર્ષીય નર્સનું કરુણ મોત

આ પણ વાંચો:અમદાવાદમાં ભયાનક અકસ્માત, ટ્રકની ટક્કરે સ્કૂટર સવાર મહિલાનું ઘટનાસ્થળે કરુણ મોત