Ahmedabad News/ અમદાવાદમાં કલિયુગી પુત્રે માતાની હત્યા કરી, મિલકતના વિવાદમાં લાકડાની લાકડીથી હુમલો

અમદાવાદના મકરબા વિસ્તારમાં મિલકતના વિવાદમાં પુત્રે પોતાની માતાની લાકડાની લાકડીથી માથા પર ઘા મારી હત્યા (Son Kills Mother) કરી.

Top Stories Ahmedabad Gujarat Breaking News
Son Kills Mother

Ahmedabad News:અમદાવાદના મકરબા વિસ્તારમાં એક હૃદયવિદારક અને ચોંકાવનારી ઘટના બની છે. સંપત્તિને લઈને માતા-પુત્ર વચ્ચે ચાલતા વિવાદમાં પુત્રએ માતાને લાકડાના દંડા વડે માથામાં ફટકા મારીને હત્યા (Son Kills Mother) કરી નાખી છે. આ બનાવ 30 જાન્યુઆરીની મોડી રાત્રે બન્યો હતો, જેમાં કપિલાબેન દેવીપૂજક (ઉંમર અંદાજે 55 વર્ષ)નું સારવાર દરમિયાન મોત થયું છે. પોલીસે આ મામલે આરોપી પુત્ર અજયને તાત્કાલિક ધરપકડ કરી લીધી છે અને વધુ તપાસ હાથ ધરી છે.

મકરબા વિસ્તારમાં આવેલા ઔડાના મકાનમાં રહેતા કપિલાબેન દેવીપૂજક તેમના ઘરમાં એકલા હતા ત્યારે તેમનો પુત્ર અજય આવ્યો હતો. પરિવારના સૂત્રો અનુસાર, માતા-પુત્ર વચ્ચે ઘરની માલિકી અને વેચાણને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. અજયે માતાને ઘર વેચીને તેના બદલામાં પૈસા આપવાની માંગ કરી હતી, પરંતુ કપિલાબેને આ માંગને સ્પષ્ટપણે નકારી કાઢી હતી.આ વિવાદ વધુ ઉગ્ર બનતા અજયે ગુસ્સામાં આવીને ઘરમાં પડેલા લાકડાના દંડા વડે માતાના માથામાં અનેક ફટકા માર્યા હતા. કપિલાબેનને માથામાં ગંભીર ઇજા થતા તેઓને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે, તીવ્ર ઇજાના કારણે સારવાર દરમિયાન તેમનું મોત (Son Kills Mother) થયું છે. આ બનાવની જાણ પડોશીઓને થતા તેઓએ તરત જ પોલીસને જાણ કરી હતી.

પૈસા માટે પુત્રે માતાનું ઢીમ ઢાળી દીધું (Son Kills Mother)

કપિલાબેન દેવીપૂજક મકરબા વિસ્તારમાં લાંબા સમયથી રહેતા હતા અને તેમના પરિવારમાં અજય ઉપરાંત અન્ય સભ્યો પણ છે. માહિતી અનુસાર, પરિવારમાં સંપત્તિને લઈને વારંવાર ઝઘડા થતા હતા. અજય, જે ઉંમરમાં અંદાજે 30 વર્ષનો છે, તેને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો અને તે ઘર વેચીને પૈસા મેળવવા માંગતો હતો. જોકે, કપિલાબેને આ માંગને અસ્વીકાર કરતા વિવાદ વધુ તીવ્ર બન્યો હતો. જેમાં પુત્રે માતાની હતા કરી નાખી હતી (Son Kills Mother).


આ પણ વાંચો:Khedaમા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

આ પણ વાંચો:અમદાવાદમાં હચમચાવતો અકસ્માત: CG રોડ પર યુવકને બાઈકએ ઉડાવ્યો

આ પણ વાંચો:અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો