Kheda News/ Khedaમા અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં એકનું મોત

Khedaમાં અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે (Express Highway) પર અકસ્માતમાં એકનું મોત થયું છે. હાઈવે પર વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની છે. નડિયાદથી આણંદ વચ્ચે ફતેપુરા પાસે ઘટના બની છે.  પિકઅપ વાન અને ટ્રક  વચ્ચેના આ અકસ્માતમાં એકનું મોત થયું છે.

Top Stories Gujarat Others Breaking News
Khedaમાં વહેલી સવારે ત્રણ વાહનોનો ટ્રક સાથે અકસ્માત થતાં એકનું મોત થયું હતું.

Kheda News: Khedaમાં અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે (Express Highway) પર અકસ્માતમાં એકનું મોત થયું છે. હાઈવે પર વહેલી સવારે અકસ્માતની આ ઘટના બની છે. નડિયાદથી આણંદ વચ્ચે ફતેપુરા પાસે ઘટના બની છે.  પિકઅપ વાન અને ટ્રક  વચ્ચેના આ અકસ્માતમાં એકનું મોત થયું છે.

Khedaમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે અકસ્માત થતાં એકનું મોત નીપજ્યું છે.

Khedaમાં મોતનો મુકામ

Khedaમાં  અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ હાઈવે (Express highway)પર અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચતા આણંદ ખસેડવામાં આવ્યા હતા. એક્સપ્રેસ વે પરથી ત્રણથી ચાર કિ.મી.નો ટ્રાફિક જામ સર્જાયો હતો. ઘટનાસ્થળે તરત જ એમ્બ્યુલન્સ પહોંચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ચકલાસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ બનાવના પગલે એક્સ પ્રેસ હાઇવેપર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતકનું પંચનામુ કર્યુ હતુ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ ખાતે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો. જ્યારે ઇજાગ્રસ્તોને પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Khedaમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર વહેલી સવારે અકસ્માત થતાં એકનું મોત નીપજ્યું છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ ખેડામાં આ અકસ્માત ધુમ્મસના કારણે બન્યો હોવાનું લાગે છે. વહેલી સવારે ગાઢ ધુમ્મસ હોય છે અને ધુમ્મસમાં નજીકની વસ્તુ પણ દેખાતી નથી આ સંજોગોમાં એક્સપ્રેસ-વે પર વાહન ચલાવવું અત્યંત કપરું હોય છે. તેના કારણે સ્પીડમાં આવતા વાહનો ધીમા જતા કે અચાનક ઊભા રહી ગયેલા વાહનોને અથડાઈ જાય તેવી પૂરેપૂરી સંભાવના રહેલી છે.

હાલમાં તો Kheda પોલીસે અકસ્માત મોતનો કેસ અને ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.  પોલીસે અકસ્માતનો સાચો ચિતાર મેળવવા ઘટનાસ્થળની જોડેના સીસીટીવી ફૂટેજ ખંગોળવા માંડ્યા છે. તેના પરથી પોલીસ અકસ્માતનું સાચુ કારણ મળશે તેવો વિશ્વાસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ખેડા અકસ્માત/ એસટી બસ અને ક્રેઈન વચ્ચે સર્જાયો અકસ્માત, એકનું મોત, અનેક ઈજાગ્રસ્ત

આ પણ વાંચો: ખેડામાં માતર-ત્રાજ રોડ પર ગંભીર અકસ્માત: કાર તળાવમાં ખાબકી અને…

આ પણ વાંચો: ખેડામાં કપડવંજ-મોડાસા રોડ પર સર્જાયેલા ત્રિપલ અકસ્માતમાં 2ના મોત