sports news/ વર્લ્ડ કપ 2027 ના સ્થળ અંગે એક મોટી અપડેટ બહાર આવી, 44 મેચનું આયોજન કરશે આ દેશ

વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં ભારત માટે ODI ફોર્મેટમાં ભાગ લઈ રહ્યા છે

Top Stories Sports

Sports News : ભારતે  છેલ્લી વાર 2023 ના ODI વર્લ્ડ કપનું આયોજન કર્યું હતું. ભારતીય ટીમે 2023 ના વર્લ્ડ કપમાં જોરદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. તેમછત્તા ટીમ ઇન્ડિયા ટાઇટલ જીતી શકી ન હતી. ભારતીય ટીમની નજર હવે 2027 ના વર્લ્ડ કપ પર મંડાઈ છે. આગામી ODI વર્લ્ડ કપ 2027 ની યજમાની 3 દેશો કરવાના છે. મેગા ઇવેન્ટના સ્થળ અંગે પણ એક મોટું અપડેટ બહાર આવ્યું છે.

બીજીતરફ વર્લ્ડ કપ 2027 ના સ્થળ અંગે એક મોટી અપડેટ બહાર આવી છે. નામિબિયા, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આગામી ODI વર્લ્ડ કપનું આયોજન કરવા જઈ રહ્યા છે. દક્ષિણ આફ્રિકાને 44 મેચનું આયોજન કરવાની તક મળી છે, જ્યારે 10 મેચનું આયોજન નામિબિયા અને ઝિમ્બાબ્વે  કરશે. દક્ષિણ આફ્રિકામાં યોજાનારી 44 મેચ 8 અલગ અલગ સ્થળોએ રમાશે. તેમાં જોહાનિસબર્ગ, પ્રિટોરિયા, કેપ ટાઉન, ડર્બન, ગકેબરહા, બ્લૂમફોન્ટેન, પૂર્વ લંડન અને પાર્લનો સમાવેશ થાય છે.

વિરાટ કોહલી અને રોહિત શર્મા હાલમાં ભારત માટે ODI ફોર્મેટમાં ભાગ લઈ રહ્યા છે.  ODI વર્લ્ડ કપ 2027 માટે જોકે હજી ઘણો સમય બાકી છે. આવી સ્થિતિમાં, બંને ખેલાડીઓ ત્યાં સુધી રમી શકશે કે નહીં? આવનારો સમય આનો નિર્ણય કરશે. બંને ખેલાડીઓ ODI વર્લ્ડ કપ પહેલા નિવૃત્તિની જાહેરાત કરશે,એવું માનવામાં આવે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એશિયા કપ UAEમાં 9થી 28 સપ્ટેમ્બર દરમિયાન યોજાશે, પાકિસ્તાન સાથે ખરાબ સંબંધના કારણે ભારતમાં નહીં રમાય

આ પણ વાંચો:એશિયા કપ 2025: શું પાકિસ્તાની ટીમ એશિયા કપ 2025 રમવા ભારત આવશે? જાણો આ ટુર્નામેન્ટ ક્યારે યોજાશે?

આ પણ વાંચો:એશિયા કપ 2025 સપ્ટેમ્બરમાં શરૂ થશે! ભારત-પાકિસ્તાન અંગે પણ મોટી અપડેટ સામે આવી