New Delhi News/ TikTok પર ભારતમાં પ્રતિબંધ યથાવત ,સરકારે આવો કોઈ આદેશ જારી કરવામાં આવ્યો ન હોવાનું કહ્યું

ભારતમાં ટિકટોક માટે કોઈ અનબ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી

India

New Delhi News : ભારતમાં ટીકટોક પરનો પ્રતિબંધ યથાવત છે. તે સિવાય સરકારે કહ્યું છે કે આવો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી. ચાઇનીઝ વિડિઓ એગ્રીગેટર પ્લેટફોર્મ ટિકટોક પરનો પ્રતિબંધ હટાવવામાં આવ્યો હોવાના અહેવાલોને શુક્રવારે ભારત સરકારે નકારી કાઢ્યા હતા.

 ભારતમાં ટિકટોક માટે કોઈ અનબ્લોકિંગ ઓર્ડર જારી કરવામાં આવ્યો નથી, ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના સૂત્રોએ આ સ્પષ્ટતા કરી છે. આવા કોઈપણ નિવેદન અથવા સમાચાર  ભ્રામક અને ખોટા છે. જોકે, ઓનલાઇન કપડાં વેચતી વેબસાઇટ SHEIN  અને ઈ-કોમર્સ વેબસાઇટ Aliexpress અંગે સરકાર તરફથી હજુ સુધી કોઈ સ્પષ્ટતા આવી નથી.

જોકે  TikTok ની વેબસાઇટ કેટલાક વપરાશકર્તાઓ ઍક્સેસ કરી શક્યા હતા, જોકે તેઓ લોગ ઇન કરી શક્યા ન હતા, અપલોડ કરી શક્યા ન હતા કે વિડિઓઝ જોઈ શક્યા ન હતા. આ ચાઇનીઝ વિડિઓ પ્લેટફોર્મની એપ્લિકેશન ભારતમાં એપ સ્ટોર પર પણ ઉપલબ્ધ નથી. ટેલિકોમ્યુનિકેશન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓ આ વેબસાઇટને સતત બ્લોક કરી રહ્યા છે. પરંતુ કેટલાક ઇન્ટરનેટ વપરાશકર્તાઓ તેને કેવી રીતે ઍક્સેસ કરી શકે છે તે સ્પષ્ટ નથી.

 ભારત સરકારે  59 મોબાઇલ એપ્લિકેશનો પર જૂન 2020 માં પ્રતિબંધની જાહેરાત કરી હતી, જે મોટાભાગે ચાઇનીઝ એપ્લિકેશનો હતી. આમાં WeChat, TikTok અને UC બ્રાઉઝર જેવી લોકપ્રિય એપ્લિકેશનો સામેલ હતી. સરકારે આ ચાઇનીઝ એપ્લિકેશનોને ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતા, સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે ખતરો ગણાવ્યો હતો.ભારતના  ચીન સાથે  વધતા સરહદી તણાવની પૃષ્ઠભૂમિ સામે આ પગલું લેવામાં આવ્યું હતું.

15-16 જૂન 2020ની રાત્રે, પૂર્વી લદ્દાખની ગલવાન ખીણમાં  ચીની સૈનિકો સાથે ભારતીય સેનાના સૈનિકોની હિંસક અથડામણ થઈ હતી. આ ઘટના પછી, ભારત અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ. ત્યારબાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલયે 59 મોબાઇલ એપ્સ પર પ્રતિબંધની જાહેરાત કરી. આ બધી એપ્સ ભારતીય નાગરિકોનો ડેટા લીક કરી રહી હતી.  આ એપ્સ ભારતીયોના લોકેશન ડેટા લે છે અને ફાઇલોને ચીનમાં સ્થિત સર્વર પર ટ્રાન્સફર કરે છે, એમ ટેક નિષ્ણાતોએ કહ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દિલ્હીના કરોલ બાગમાં મકાન ધરાશાયી થવાની દુર્ઘટનામાં 3ના મોત, 14 ઘાયલ

આ પણ વાંચો:દિલ્હીના રાજેન્દ્રનગરમાં દુર્ઘટના, વરસાદના પાણી ભરાવાથી UPSCનાં 3 આશાસ્પદ વિદ્યાર્થીઓનાં મોત

આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટની દુર્ઘટનાના લીધે અમદાવાદ એરપોર્ટ પર બે ફ્લાઇટ રદ, મુસાફરો રઝળ્યા