Not Set/ રાજકોટની યુવતીની જૂનાગઢ ભવનાથમાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ, જાણો સમગ્ર વિગત

મનસુખ ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયો અને ત્યાં છરીના ઘા મારી હત્યા કરી નાખી હતી.

Gujarat Rajkot
હત્યા
  • રાજકોટની યુવતીની ભવનાથ જંગલમાં હત્યા
  • લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી યુવતી
  • પ્રેમી એજ પ્રેમિકાની કરી હત્યા
  • મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ
  • છરીના ઘા મારી કરી હત્યા

રાજકોટની ગર્ભવતી યુવતીની જૂનાગઢના ભવનાથ જંગલમાં ચકચારી હત્યા કરવામાં આવી છે. છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી, છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન કરી લીધો અને બંને ગત 8 તારીખના જુનાગઢ આવ્યા હતા. અને ત્યાંથી ઉર્મિલાને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયો અને  ત્યાં છરીના ઘા મારી હત્યા કરીના નાખી હતી.

આ પણ વાંચો :ઉંમર – 83 વર્ષ કરતાં પણ વધુ, છતાંય જુસ્સો યુવાનોને પણ શરમાવે તેવો, ચાલીને કરી ચૂક્યા છે પૃથ્વીની પ્રદક્ષિણા

પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પાસામાં જેલની હવા ખાઇ આવ્યો છે મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જ્યારે પ્રેમી એજ પ્રેમિકાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસે પણ ગણતરી ના દિવસો માં ભેદ ઉકેલી નાખ્યો છે.

રાજકોટના આજી ડેમ વિસ્તારમાં રહેતી ઉર્મિલા નામની યુવતી છેલ્લા ચારેક વર્ષથી રાજકોટના બુટલેગર મનસુખ જાદવ નામના શખ્સ સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી, છેલ્લા ઘણા સમયથી મનસુખ અને ઉર્મિલા વચ્ચે આડાસંબંધને લઇ વિવાદ ચાલતો હતો. તેવામાં મનસુખે પોતાના મનમાં ઉર્મિલાની હત્યા કરવાનો પ્લાન કરી લીધો અને બંને ગત આઠ તારીખ ના જુનાગઢ આવ્યા હતા. અને ત્યાંથી ઉર્મિલા ને ભવનાથ જંગલ વિસ્તારમાં ધાર્મિક જગ્યાએ  દર્શન કરવા જવાનું કહી જંગલ વિસ્તારમાં લઇ ગયેલ ત્યાં છરીના ઘા મારી હત્યા કરી નાખવામાં આવી હતી, હત્યા કર્યા બાદ મનસુખ પોતે એકલો જોવા મળતો હતો જેથી તેના પરિવારજનોને કંઈક અજુગતું બન્યું હોવાની શંકા જતાં તેની માતાએ રાજકોટ આજીડેમ પોલીસ સ્ટેશનમાં ઉર્મિલા ગુમ થઈ હોવાની અરજી આપી હતી જેના આધારે રાજકોટ પોલીસ દ્વારા ટેકનિકલ સોર્સની મદદ લઈને મનસુખ નું લોકેશન મેળવી તેની પુછપરછ કરી હતી.

પુછપરછ દરમ્યાન ઉર્મિલાની  જૂનાગઢના ભવનાથ જંગલ વિસ્તારમાં હત્યા કરી હોવાની કબુલાત આપતા તુરંતજ રાજકોટ પોલીસ જૂનાગઢ આવી જુનાગઢ પોલીસની મદદ મેળવી ભવનાથ વિસ્તારમાં જંગલોમાં મૃતદેહ ની શોધખોળ કરી અને મનસુખે હત્યા વાળી જગ્યા બતાવી જયાં ઉર્મિલાનો મૃતદેહ પડ્યો હતો મૃતદેહ નો એક હાથ દીપડો ખાઈ ગયેલી હાલતમાં મળી આવી હતી પોલીસે મૃતક ઉર્મિલા ને માતાની ફરિયાદ લઇ ગુનો દાખલ કરી આરોપી મનસુખ ની ધરપકડ કરી લીધી છે, એક તરફ ભવનાથના જંગલ વિસ્તારમાં ઉર્મિલાના મૃતદેહની બાજુમાં સિંહો ગર્જના કરતા હતા અને પોલીસે મહામહેનતે મૃતદેહ ને જંગલમાંથી બહાર કાઢી પી.એમ.અર્થે ખસેડાયો છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યાનો આરોપી મનસુખ પ્રોહીબીશન ના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલો છે અને પાસામાં જેલની હવા ખાઇ આવ્યો છે મૃતક ઉર્મિલાને ગર્ભ હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે.જ્યારે પ્રેમી એજ પ્રેમિકાની હત્યા કરી નાખતા ચકચાર મચી જવા પામી છે ત્યારે પોલીસે પણ ગણતરી ના દિવસો માં ભેદ ઉકેલી નાખ્યો છે..જ્યારે વધું એક પ્રેમ પ્રકરણનો કરૂણ અંજામ આવ્યો છે.

આ પણ વાંચો :ઓનલાઈન શિક્ષણથી વિધાર્થીઓની આંખના નંબર વધ્યા

આ પણ વાંચો :ઉના નવયુક કોળી મંડળ આયોજીત સમૂહ લગ્નમાં જોડાનાર ૨૧ દિકરીઓને કરીયાવર અર્પણ કરાયો..

આ પણ વાંચો : સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલીઘૂના અને લુમાકોટડીની અને હિરાસરની સ્થળાંતર પ્રક્રિયા તેજ

આ પણ વાંચો :આરોપીને તેના જ લગ્નમાં હાજરી આપવા માટે ન મળ્યા જામીન, કોર્ટે કહ્યું –