- અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં આગ
- લેક ફ્રન્ટમાં આવેલ હોરર હાઉમાં આગ
- ગત મોડી રાત્રે લાગી એકાએક આગ
- ફાયરની 3 ગાડીઓ ઘટના સ્થળે
- ઘટનામાં કોઈ જાનહાની નહીં
અમદાવાદના કાંકરિયા લેક ફ્રન્ટમાં આગ લાગ્યાની ઘટના બની હતી. કાંકરિયાના હોરર હાઉસમાં મોડી રાત્રે અચાનક આગ લાગી હતી. ઘટનાને લઈને ફાયર વિભાગને જાણ કરાતા ફાયરની ત્રણ ગાડીઓએ આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે, ઘટનામાં કોઈ જાનહાની નહીં.
આ પણ વાંચો :રાજકોટની યુવતીની જૂનાગઢ ભવનાથમાં હત્યા કરાયેલી હાલતમાં મળ્યો મૃતદેહ, જાણો સમગ્ર વિગત
મળતી માહિતી અનુસાર, કાંકરિયાના હોરર હાઉસમાં શુક્રવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. આગ લાગવાના કારણે હાઉસની અંદરની ડિસ્પ્લે, લાકડા, કપડાં જેવી વસ્તુઓને મોટું નુકશાન થયું હતું. આગનું કરણ શોર્ટ સર્કિટ હોવાની શક્યતા દર્શાવવામાં આવી છે. હોરર હાઉસમાં બનેલી આ દુર્ઘટનામાં તમામ સામાન બળીને ખાખ થઇ ગયો હતો.
પ્રાથમિક જાણકારી અનુસાર શોર્ટ સર્કિટને કારણે અહીં ભીષણ આગ લાગી હતી. આગ લાગતા જ તાત્કાલિક ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડે ગણતરીના સમયમાં જ આગ પર કાબૂ મેળવી લીધો હતો.
જો કે મોડી રાત્રે આગ લાગી હોવાના કારણે મોટી જાનહાની ટળી છે. રાત્રે હોરર હાઉસમાં કોઈ વ્યક્તિ ન હોવાથી કોઈને ઈજા થઈ નહોતી, પરંતુ આગ લાગવાના કારણે હાઉસનો સામાન બળીને રાખ થઈ ગયો છે.
મહત્વનું છે કે વર્ષ 2019માં પણ કાંકરિયા સ્થિત બાલવાટિકામાં ડિસ્કવરી રાઇડ તૂટી પડી હતી. 30 ફૂટ ઊંચેથી રાઇડ નીચે પટકાઈ હતી. જેમાં 2 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 29 લોકોને ઇજા પહોંચી હતી.
આ પણ વાંચો :સુરેન્દ્રનગર એસ.ટી.ડેપોમાં કંડક્ટરના અભાવે વધુ 18 ટ્રીપ બંધ કરાતા મુસાફરો રઝળ્યાં
આ પણ વાંચો :ઊના શહેરમાં ૨૦ દિવસમાં ત્રણ ચોરીના બનાવથી લોકોમાં ફફડાટ..
આ પણ વાંચો :સુરેન્દ્રનગર જિલ્લાના ડોસલીઘૂના અને લુમાકોટડીની અને હિરાસરની સ્થળાંતર પ્રક્રિયા તેજ
આ પણ વાંચો : સાબરમતીમાં પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો હાલ પૂરતા બંધ જ રાખવા : HCનો આદેશ
