Gandhinagar News/ Gandhinagar માં દૂષિત પાણીથી હાહાકાર, સાત વર્ષની બાળકીનું મોત

Gandhinagarમાં દૂષિત પાણીના કેસ એટલા વકર્યા છે કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાના ચાર જ દિવસમાં બાળકીનું મોત થયું છે. સાત વર્ષની બાળકી સાજલ કનોજિયાનું (મોત થયું છે.

Top Stories Gandhinagar Gujarat Breaking News
Gandhinagarની પ્રજા દૂષિત પાણીથી ત્રસ્ત છે તો મનપાના અધિકારીઓ ક્રિકેટની મજા લેવામાં વ્યસ્ત છે.

Gandhinagar News: Gandhinagar માં દૂષિત પાણી ( Polluted Water )થી હાહાકાર મચ્યો છે. તેમા દૂષિત પાણીના કારણે રોગચાળો (Epidemic) વકર્યો છે. તેના કારણે ગાંધીનગરની સિવિલ હોસ્પિટલ (Civil Hospital) ઉભરાઈ ગઈ છે. ગાંધીનગરમાં દૂષિત પાણીના કેસ એટલા વકર્યા છે કે સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યાના ચાર જ દિવસમાં બાળકીનું મોત થયું છે. સાત વર્ષની બાળકી સાજલ કનોજિયાનું (Sajal Konojiya) મોત થયું છે.
Gandhinagarની પ્રજા દૂષિત પાણીથી ત્રસ્ત છે તો મનપાના અધિકારીઓ ક્રિકેટની મજા લેવામાં વ્યસ્ત છે.

સાજલ કનોજિયાના પિતાએ જણાવ્યું હતું કે બાળકી 15 દિવસથી બીમાર હતી. તેને અર્બન હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. તેને રિપોર્ટ કરાવવામાં આવતા તેને ટાઇફોઇડનો તાવ હોવાનું નીકળ્યુ હતુ. તેના પછી બાળકીને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ચાર દિવસ પહેલાં બાળકીને સિવિલમાં ખસેડવામાં આવી હતી. સિવિલનું તંત્ર કહે છે કે બાળકીનો ટાઇફોઇડ ( Typhoid ) નો રિપોર્ટ આવ્યો નથી. તેથી બાળકીનું મોત ટાઇફોઇડથી જ થયું છે તેમ કહી ન શકાય.

Gandhinagarની પ્રજા દૂષિત પાણીથી ત્રસ્ત છે તો મનપાના અધિકારીઓ ક્રિકેટની મજા લેવામાં વ્યસ્ત છે.

આમ Gandhinagarમાં દૂષિત પાણીની તકલીફે સાત વર્ષની બાળકીનો જીવ લીધો હોવાનું કહેવાય છે. હાલમાં તો ગાંધીનગરનો ટાઇફોઇડે ભરડો લીધો હોવાનું કહેવાય છે. દૂષિત પાણીના કારણે આ સ્થિતિ વકરી છે. આના કારણે સ્થિતિ એવી આવી છે કે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પોતે તેમા તકેદારી દાખવી છે.

Gandhinagarની પ્રજા દૂષિત પાણીથી ત્રસ્ત છે તો મનપાના અધિકારીઓ ક્રિકેટની મજા લેવામાં વ્યસ્ત છે.

ગાંધીનગર શહેર ટાઇફોઇડમાં સપડાયું છે અને 133 કેસ નોંધાયા છે અને કેન્દ્રીય મંત્રીએ તેમા તાકીદ કરી છે છતાં પણ ગાંધીનગર મનપાનું પેટનું પાણી સુધા હાલ્યુ નથી. શહેરમાં ટાઇફોઇડના કહેર વચ્ચે ગાંધીનગર મનપાના અધિકારીઓ ક્રિકેટ રમવા છેક ભાવનગર ગયા છે. આમ અહીં લોકો ટપોટપ માંદા પડી રહ્યા છે પણ મનપાના અધિકારીઓને ક્રિકેટ રમવાથી ફુરસદ નથી. આવુ સાંભળે કે જુએ તો પ્રજાને ગુસ્સો આવે કે ન આવે. દૂષિત પાણીને લીને કોંગ્રેસે ગાંધીનગર મ્યુનિસિપલ કમિશ્નરને દૂષિત પાણીનું સેમ્પલ કહ્યું તો તેમણે જણાવ્યું હતું કે પીવાના પાણીના તમામ સેમ્પલ ચોખ્ખા છે. તેના જવાબમાં કોંગ્રેસના કાર્યકરોએ જણાવ્યું હતું કે જો આવું હોય તો તમે તે સેમ્પલ પીવો, પરંતુ તેમણે તે સેમ્પલ પીધું ન હતુ.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gandhinagar News/Gandhinagarમાં પાણીની પાઇપલાઇનમાં લીકેજથી ટાઈફોઈડના કેસોમાં વધારો, સરકાર સક્રિય બની

આ પણ વાંચો: રાજ્યના પાટનગરમાં રોગચાળો! ટાઇફોઇડના કેસ 132 પાર, આરોગ્ય વિભાગ એલર્ટ

આ પણ વાંચો: પાટનગરનાં વધુ બે વિસ્તાર ક્લસ્ટર ઝોન જાહેર