Gandhinagar News/ રાજ્યના પાટનગરમાં રોગચાળો! ટાઇફોઇડના કેસ 132 પાર, આરોગ્ય વિભાગ એલર્ટ

ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ (Typhoid)ના કેસોમાં વધારો થયો છે. શહેરમાં કુલ 132 કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગ એલર્ટ પર છે અને સર્વેલન્સ તથા સારવારની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

Top Stories Gandhinagar Gujarat
Typhoid

Gandhinagar Typhoid Cases : રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પાણી પ્રદૂષિત થવાના કારણે ટાઇફોઇડના કેસોમાં ચિંતાજનક વધારો નોંધાયો છે. તાજેતરની માહિતી મુજબ શહેરમાં ટાઇફોઇડ (Typhoid)ના કુલ કેસ 132 સુધી પહોંચ્યા છે, જ્યારે 7 દર્દીઓને સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. સ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ સંપૂર્ણ એલર્ટ પર છે.

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ 75 જેટલી આરોગ્ય ટીમો દ્વારા સતત સર્વેલન્સ હાથ ધરવામાં આવી રહ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ઘર-ઘર જઈ તપાસ કરવામાં આવી રહી છે, જેથી નવા કેસ વહેલી તકે શોધી સારવાર શરૂ કરી શકાય.

Typhoidના વધતા કેસોને લઈ આરોગ્ય વિભાગ એલર્ટ 

ટાઇફોઇડ(Typhoid)ના વધતા કેસોને લઈ ઉપમુખ્યમંત્રી (DyCM) દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે આરોગ્ય વિભાગ સતત કામગીરી કરી રહ્યો છે અને પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીના નમૂનાઓ લઈ તપાસ કરવામાં આવી રહી છે તેમજ દર્દીઓને જરૂરી સારવાર અને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Typhoid

ગાંધીનગર મનપા પણ હરકતમાં આવી 

ટાઇફોઇડના કેસ વધતા હવે ગાંધીનગર મનપા પણ હરકતમાં આવી છે. આરોગ્ય વિભાગે શહેરમાં પાણીપુરી અને સોડાની લારીઓ પર વેચાણ થતું હોવાની નોંધ લઈ 100થી વધુ લારીઓ બંધ કરાવી દીધી છે. આગામી સૂચના સુધી આ લારીઓ બંધ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જોકે, શહેરમાં ચર્ચા છે કે ચોખ્ખા પાણીની વ્યવસ્થા સુધારવાને બદલે લારીવાળાઓને નિશાન બનાવવામાં આવ્યા છે.

ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી

દૂષિત પાણીની સમસ્યા પાછળ પાણીની લાઇનમાં લીકેજ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, પરંતુ લીકેજ ક્યાં છે તે શોધવામાં તંત્રને હજુ સુધી સફળતા મળી નથી. સ્થિતિ ગંભીર બનતા બહારથી તબીબોને બોલાવવાની તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ડેપ્યુટી કલેક્ટરની દેખરેખ હેઠળ 22 ડોક્ટરોની ટીમ તૈનાત કરવામાં આવી છે.

સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવા તંત્રની અપીલ 

ટાઇફોઇડના કેસોની વધતી સંખ્યાને જોતા આરોગ્ય તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં ક્લોરિનેશન અને સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. તંત્ર દ્વારા શહેરના રહીશોને ઉકાળેલું પાણી પીવાની, ખુલ્લા ખોરાકથી દૂર રહેવાની અને સ્વચ્છતાનું ખાસ ધ્યાન રાખવાની અપીલ કરવામાં આવી છે.

પાટનગરમાં દૂષિત પાણીના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે હવે તંત્ર કેટલું ઝડપથી સ્થિતિ કાબૂમાં લાવે છે, તેના પર સૌની નજર ટકી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગાંધીનગરમાં ટાઈફોઈડ ફેલાયો: પાઇપલાઇન લીકેજ બાદ 113 શંકાસ્પદ કેસ, અમિત શાહે સંભાળી કમાન

આ પણ વાંચો:કડીમાં વકરતો રોગચાળો : ડેન્ગ્યુ, મેલેરિયા, ટાઇફોઇડના કેસમાં વધારો

આ પણ વાંચો:સ્માર્ટ સિટી કે બીમાર સિટી? ગાંધીનગરમાં દૂષિત પાણીથી રોગચાળો વકર્યો