ભૂમધ્ય સમુદ્રમાં પ્રવાસીઓને લઇને જઇ રહેલી એક બોટ પલટવાથી ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયાની ગોઝારી ઘટના સામે આવી છે. યુનાઇટેડ નેશન્સની રેફ્યૂજી એજન્સી અનુસાર આ બોટ ટ્યૂનીશિયા નજીકનાં ભૂમધ્ય સમુદ્રમાં પલટી ગઇ હતી. UNHCR તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું છે. જેમાં આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં માત્ર 16 લોકોને જ બચાવી થઇ શક્યા હોવાની જાણકારી આપવામાં આવી હતી. આમતે બોટમાં કેટલા લોકો સવાર હતા તેની કોઇ ચોક્કસ માહિતી મળી શકી નથી. ત્યારે જીવિત બચેલા લોકોએ જણાવ્યું હતું કે બોટ ગુરૂવારે લીંબિયાથી ઉપડી હતી. અને સમુદ્રમાં ભારે મોજાનાં કારણે ટ્યૂનીશિયા નજીક પલટી ગઇ હતી.
ટ્યૂનીશિયા દ્રારા રેસ્ક્યુંનાં કરાયા તમામ પ્રયાસો

ટ્યૂનીશિયાના રક્ષા મંત્રાલયને આ દુર્ઘટના અંગે જાણકારી મળતાની સાથે તેઓએ તાત્કાલિક નજીકનાં કિનારા પરનાં માછીમારો મારફતે માછલી પકડવાની બોટો ઘટના સ્થળે રવાના કરી અને ફસાયેલા લોકોને બચાવવાની તમામ કોશિશો કરી હતી. બોટમાં સવાર મોટાંભાગનાં લોકો આફ્રિકાન હોવાની પ્રાથમીક માહિતીમાં સામે આવ્યું રહ્યું છે.
દરરોજ 6 પ્રવાસીઓ ભેટે છે મોતને

આપને જણાવી દઇએ કે એક રિપોર્ટ અનુસાર, ચાલું વર્ષે દરમિયાન લીબિયાથી યુરોપ જતા સમુદ્રી માર્ગમાં અંદાજિત 164 લોકો પોતાનો જીવ ખોય બેઠા છે તો અનેક લોક લાપતા હોવાનું નોંધવામાં આવ્યું છે. આ દુર્ઘટનાં અત્યાર સુધીમાં ઘટેલી તમામ દુર્ઘટનાઓમાંથી સૌથી મોટી માનવામાં આવી રહી છે. દુર્ઘટનામાંથી રેસ્ક્યુ કરવામાં આવેલા તમામ લોકોને ટ્યૂનીશિયાનાં નૌકાદળ દ્રારા પોતાનાં દેશનાં નજીકનાં સારગકાંઠા પર સુરક્ષીત લાવી, કોસ્ટલ વિસ્તારની હોસ્પીટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
