Not Set/ પ્રજ્ઞા ઠાકુરે મારી પલટી, ટ્વિટ કરી કહ્યું “મેં તો સ્વતંત્રતા સેનાની ઉધમસિંહનો ઉલ્લેખ કર્યો હતો”

ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગઈકાલે સંસદમાં તેમને કરેલી ટિપ્પણી પર ભારે વિવાદ જાગ્યો છે. અને તેના પડધા હજુ સુધી સંભળાઇ રહ્યા છે. ભાજપ સહિતના તમામ પક્ષો દ્વારા આ મામલે કા તો પલ્લું ઝટકવાનો પ્રયાસ કરાયો છે, કા તો પ્રજ્ઞા ઠાકુર પર સીધો અને સંવૈધાનિક હુમલો કર્યો છે. અનેક સાંસદો દ્વારા લોકસભા અધ્યક્ષને આ મામલે વિરોધ […]

Top Stories India

ભાજપના સાંસદ પ્રજ્ઞાસિંહ ઠાકુરે ગઈકાલે સંસદમાં તેમને કરેલી ટિપ્પણી પર ભારે વિવાદ જાગ્યો છે. અને તેના પડધા હજુ સુધી સંભળાઇ રહ્યા છે. ભાજપ સહિતના તમામ પક્ષો દ્વારા આ મામલે કા તો પલ્લું ઝટકવાનો પ્રયાસ કરાયો છે, કા તો પ્રજ્ઞા ઠાકુર પર સીધો અને સંવૈધાનિક હુમલો કર્યો છે. અનેક સાંસદો દ્વારા લોકસભા અધ્યક્ષને આ મામલે વિરોધ કરતા જુદી જુદી માંગ કરી છે.

જો કે, મામલાની ગંભીરતા જોઇને ભાજપ દ્વારા પહેલા જ તેમની સામે કહેવાતા શિક્ષાત્મક પગલા લઇ લેવામાં આવ્યા હતા. તમામ હકીકતો વચ્ચે હવે પ્રજ્ઞા ઠાકુરે પોતાનાં દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી મામલે પલટી મારી હોવાનું સામે આવી રહ્યું છે.

પ્રજ્ઞા ઠાકુર દ્વારા ટ્વીટ કરી પોતાનાં નિવેદનમાં લોકસભામાં નાથુરામ ગોડસેને ‘દેશભક્ત’ ગણાવ્યા હતા તેવા રિપોર્ટ પર સફાઇ આપતા કહેવામાં આવ્યું છે કે, તેણીની વાત ખોટી રીતે લેવામાં આવી છે અને તેણી તો સ્વતંત્રતા સેનાની ઉધમસિંહનો ઉલ્લેખ કરતી હતી.

જો કે, ઠાકુરનો આ ખુલાસો કોઇને ગળે ઉતરે તેવો નથી, કારણ કે, પૂર્વે પણ પ્રજ્ઞા ઠાકુર નથુરામ ગોડસેનાં સંદર્ભમાં પોતાની ભક્તિનો પરીચય જાહેર નિવેદનમાં આપી ચૂક્યા છે. અને ત્યારે પણ ભાજપ પર માછલા ઘોવાણા હતા અને ભારે વિવાદ જોગ્યો હતો.

આપને જણાવી દઇએ કે, ભાજપનાં લોકસભાનાં સાંસદ દ્વારા નાથુરામ ગોડસેના સંદર્ભમાં ટિપ્પણી કરવામાં આવેલા, એક દિવસ બાદ ભાજપ દ્વારા શિયાળના બાકીના સત્રમાં સંસદીય પાર્ટીની તમામ બેઠકોમાં ભાગ લેવામાંથી પ્રજ્ઞાસિંહ ઠાકુરને પ્રતિબંધિત કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.