Not Set/ રાજ્યમાં સ્વાઈન ફ્લૂનો કહેર : અમદાવાદમાં સ્વાઈન ફ્લૂથી વધુ એકનું મોત

શહેરમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઈન ફ્લૂથી ચાલુ મહિનાના 15 દિવસમાં 10 દર્દીનાં મોત થયા છે. જ્યારે આજે એક વધુ દર્દીનું સ્વાઇન ફલૂથી મોત થતાં તંત્રમાં દોડધામ થઇ છે. બહેરામપુરાના નગમાનગરના 30 વર્ષીય યુવક અહેજાઝ દીવાનને સ્વાઇન ફ્લૂની સારવાર માટે ત્રણ દિવસ પહેલાં વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં […]

Top Stories Gujarat

શહેરમાં સ્વાઈન ફ્લૂનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જાય છે. ખુદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચોપડે સ્વાઈન ફ્લૂથી ચાલુ મહિનાના 15 દિવસમાં 10 દર્દીનાં મોત થયા છે. જ્યારે આજે એક વધુ દર્દીનું સ્વાઇન ફલૂથી મોત થતાં તંત્રમાં દોડધામ થઇ છે.

બહેરામપુરાના નગમાનગરના 30 વર્ષીય યુવક અહેજાઝ દીવાનને સ્વાઇન ફ્લૂની સારવાર માટે ત્રણ દિવસ પહેલાં વી.એસ. હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં સ્વાઇન ફ્લૂની સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

સ્વાઇન ફ્લૂને હવેથી સિઝનલ ફ્લૂ તરીકે ગણવાની સૂચના રાજ્ય સરકારના હેલ્થ વિભાગ દ્વારા અપાઇ હોવાથી મ્યુનિસિપલ સંચાલિત હોસ્પિટલે વી.એસ. હોસ્પિટલ, એલ.જી. હોસ્પિટલ અને શારદાબહેન હોસ્પિટલ તેમજ રાજ્ય સરકારની સિવિલ હોસ્પિટલમાં સ્વાઇન ફલૂના દર્દી માટેના અલાયદા વોર્ડ તૈયાર કરાયા છે.

જણાવી દઈએ કે, રાજ્યમાં સ્વાઈન ફ્લૂએ કહેર મચાવ્યો છે. આ પહેલા ભાવનગરમાં પણ સ્વાઈન ફ્લૂના કારણે બે વ્યક્તિના મોત થઇ ચુક્યા છે. સરકાર દ્વારા સ્વાઈન ફલૂ જેવી વાયરલ બીમારીઓને નાથવા માટે અનેકવિધ યોજનાઓ ઘડવામાં આવી રહી છે, પરંતુ તેમાં જોઈએ તેવી સફળતા મળી રહી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા 15 દિવસમાં અમદાવાદ શહેરમાં 10થી વધુ દર્દીઓના સ્વાઈન ફ્લૂના કારણે મોત નિપજ્યા છે. આ રોગે અમદાવાદ, રાજકોટ અને ભાવનગર જેવા શહેરોમાં પોતાનું માથું ઉચક્યું છે. બે દિવસ અગાઉ ભાવનગરની સરકારી સર તખ્તસિંહજી સિવિલ હોસ્પિટલમાં બે વ્યક્તિના સ્વાઈન ફ્લૂની બીમારીના કારણે મોત નિપજ્યા હતા. જયારે, રાજકોટ શહેરમાં પણ સ્વાઈન ફ્લૂના કારણે ત્રણથી વધુ દર્દીઓના મોત નિપજ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.