ભાવનગર જિલ્લાના એસ.પી કચેરીના નવાપરા ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ભાવનગર પોલીસના ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માતને લઈને લોકોમાં જાગૃતિ આવ્યા હતા. તે મામલે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. નવાપરા SP કચેરી ખાતે પોલીસ ટ્રેનિંગ હોલમાં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં ભાવનગર એ.એસ.પી. સફીન હસન, DySP ડી.ડી.ચૌધરી, ટ્રાફિક પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને સ્થાનિક લોકો તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો : અમરેલીમાં રહેણાંક મકાનમાં લાગી આગ, માતા અને બે દીકરીઓના મોત
ભાવનગર એસ.પી. કચેરી નવાપરા ખાતે વિશ્વ શ્રદ્ધાંજલિ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી.ભાવનગર પોલીસ ટ્રાફિક વિભાગ દ્વારા અકસ્માત લઈને લોકોમાં જાગૃતિ આવે જે અંગે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવા પરા, એસપી કચેરી ખાતે પોલીસ ટ્રેનિંગ હોલ માં આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા અને અકસ્માત અંગે લોકોમાં જાગૃતતા આવે તે અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અને ટ્રાફિક ના નિયમો પાલન કરવા આ અંગે માર્ગદર્શન આપ્યું હતું.
ભાવનગર જિલ્લામાં સૌથી વધુ અકસ્માતની ઘટના ભાવનગર અમદાવાદ શોર્ટ હાઈવે પર બનતી હોય છે. અને જે અંગે લોકોએ જાગૃતતા દાખલી ટ્રાફિક ના નિયમોનું ચુસ્તપણે પાલન કરી ઓવર સ્પીડ ગાડી ના ચલાવી, ડ્રાઈવ કરતા સમયે મોબાઇલ ફોનનો ઉપયોગ નહીં કરવો, સીટ બેલ્ટ ફરજિયાત લગાવવા તેમજ બેફિકરાઈથી વાહન ના ચલાવી પોતાનું અને પોતાના પરિવારનું ધ્યાન રાખવા અંગે અધિકારીઓ દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : સુરતમાં સગીરાને લગ્નની લાલચ આપી વારંવાર આચર્યું દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
કાર્યક્રમના પ્રારંભ સાથે જ અધિકારીઓ સહિત તમામ લોકો દ્વારા બે મિનિટ મૌન પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમજ તમામ લોકોએ પુસ્તક અને ટ્રાફિકના નિયમોનું પાલન કરશે જે અંગેના સપાટ પણ લીધા હતા. આ કાર્યક્રમમાં ભાવનગર એ.એસ.પી. સફીન હસન, ડીવાયએસપી ડી.ડી.ચૌધરી, ટ્રાફિક પીઆઈ, પીએસઆઈ સહિતના અધિકારીઓ અને સ્થાનિક લોકો તેમજ માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો :ગુજરાતમાં ધોરણ 1 થી 5ની શાળાઓ 22 નવેમ્બરથી થશે શરૂ : જીતુ વાઘાણી
આ પણ વાંચો : કીર્તિદાન ગઢવીની વધુ એક કીર્તિ, વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગે.ના બન્યા બ્રાન્ડ એમ્બેસેડેર
આ પણ વાંચો :અમદાવાદ શહેરમાં ઠંડીનાં પ્રમાણમાં નોંધાયો આંશિક ઘટાડો
