Gandhinagar News/ ગુજરાતમાં વરસાદ અનરાધાર, છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતમાં ગઇકાલથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના પગલે અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં વરસાદ નોંધાયો છે.

Top Stories Gandhinagar Ahmedabad Gujarat Rajkot Surat Vadodara Others Breaking News

Gandhinagar News:  ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક વરસાદ જોવા મળ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 213 તાલુકામાં વરસાદ જોવા મળ્યો છે. ગુજરાતમાં ગઇકાલથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે, જેના પગલે અનેક તાલુકામાં અનરાધાર વરસાદ વરસ્યો છે. સૌથી વધુ મહેસાણામાં વરસાદ નોંધાયો છે.

સૌથી વધુ મહેસાણામાં 7 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાબરકાંઠાના પ્રાંતિજ અને વીસનગરમાં 6.5 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. ભરૂચના હાંસોટમાં 5.9 ઈંચ વરસાદ નોંધાયો છે. 11 તાલુકામાં ચાર ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સાંતલપુર, નડિયાદ, વડનગર, બહુચરાજી, ઉંઝા અને વાપીમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

24 તાલુકામાં 2 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. તો રાજ્યના 70 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વરસાદના પગલે અનેક સ્થળોએ પાણી ભરાવાની સમસ્યા સર્જાઇ છે. તો કેટલાક સ્થળોએ વાહન વ્યવહાર પર પણ અસર જોવા મળી રહી છે. મહત્વનું છે કે હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર ગુજરાતમાં 3 સિસ્ટમ તરખાટ મચાવશે. ગુજરાત પર ત્રણ સિસ્ટમ સક્રિય હોવાથી ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, તો કચ્છમાં મૂશળધાર વરસી શકે છે.

અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, મહેસાણા, ખેડા, સુરત, ભરૂચ, તાપી, ડાંગ, દાહોદ સહિતના વિસ્તારોમાં છુટા છવાયા વરસાદની આગાહી છે. છેલ્લા કેટલાક સમયથી ચોમાસાની પેટર્નમાં ફેરફાર જોવા મળ્યો છે. વરસાદ જ્યાં આવે છે ત્યાં પૂરની સ્થિતિ સર્જાય જાય છે અને જ્યારે કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ જોવા મળે છે. ભારે વરસાદને કારણે કેટલીક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. અનેક જિલ્લામાં પૂર જેવી સ્થિતિ છે. હજારો લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. લગભગ એક લાખ લોકો વરસાદથી અસરગ્રસ્ત થયા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હવામાન વિભાગની નવી આગાહી, હળવાથી ભારે વરસાદ પડશે

આ પણ વાંચો:સાબરકાંઠામાં પ્રાંતિજ, લુણાવાડા થયા જળબંબાકાર, જાણો કેટલો વરસાદ ખાબક્યો

આ પણ વાંચો:ભારે વરસાદથી ગુજરાતના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ

આ પણ વાંચો:અમદાવાદમાં વહેલી સવારથી જ મેઘરાજા થયા અતિ મહેરબાન