કોંગ્રેસ-ચીન-ભારત/ ચીનની પીછેહઠના બદલામાં ભારતે તેના આંતરિક વિસ્તારોને જ બફર ઝોન બનાવવા સંમતિ આપીઃ કોંગ્રેસ

ચીનની પીછેહઠના બદલામાં મોદી સરકારે આ વિસ્તારમાં બફર ઝોન માટે સંમતિ આપીને ભારતીય ક્ષેત્રના ગલવાન, પેગોંગ ત્સો, ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિંગ્સ જેવા ભારતીય વિસ્તારને પહેલેથી જ છોડી દીધો છે. 

Top Stories India

કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે જણાવ્યું છે કે ભારત સરકારે China-India-Buffer Zone ચીનની સામે પહેલેથી જ ઘૂંટણ ટેકવી દીધા છે. ચીન ભારત સાથેની જૂની એલએસી પર નહી પણ ભારતીય સરહદની અંદર 18થી 20 કિ.મી. ઘૂસીને ત્યાં 15 કિ.મી. બફર ઝોન બનાવવાની માંગ કરી રહ્યુ છે. ચીનની પીછેહઠના બદલામાં મોદી સરકારે આ વિસ્તારમાં બફર ઝોન માટે સંમતિ આપીને ભારતીય ક્ષેત્રના ગલવાન, પેગોંગ ત્સો, ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિંગ્સ જેવા ભારતીય વિસ્તારને પહેલેથી જ છોડી દીધો છે.

વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ ડેપસાંગ વિસ્તારમાં ત્રણ વર્ષથી વધુ સમયથી China-India-Buffer Zone ભારતીય દળોને પેટ્રોલિંગ કરતા અટકાવવામાં આવી રહ્યા છે. આપણી પાસે ન તો ત્યાં પ્રવેશ છે અને ન તો પહેલા જેવી સ્થિતિ પુનઃસ્થાપિત કરવાના કોઈ સંકેતો છે.

હવે આપણે જાણીએ છીએ કે પીછેહઠ કરવાની વાત તો દૂર રહી China-India-Buffer Zone પણ ચીની ભારતીય ક્ષેત્રની અંદર 15-20 કિલોમીટરના “બફર ઝોન”ની માંગ કરી રહ્યા છે. જ્યારે તેઓ આપણી સરહદમાં 18 કિલોમીટર સુધી ઘૂસણખોરી કરી ચૂક્યા છે. ચીનની પીછેહઠના બદલામાં, મોદી સરકારે બફર ઝોન માટે સંમતિ આપીને ભારતીય ક્ષેત્રના ગલવાન, પેંગોંગ ત્સો, ગોગરા પોસ્ટ અને હોટ સ્પ્રિંગ્સ વિસ્તારનો ભારતીય વિસ્તાર પહેલેથી જ છોડી દીધો છે.

મોદી સરકારે ચીન સામે મક્કમતાથી ઊભા રહેવું જોઈએ. ચીન અને China-India-Buffer Zone પાકિસ્તાની સેનાઓને અલગ પાડતા 1,000-sq-km ડેપસાંગ મેદાનોમાં ભારત તેની પહોંચ ગુમાવી શકે તેમ નથી. આ વિસ્તાર લદ્દાખના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ છે. 19 જૂન, 2020ના રોજ વડાપ્રધાન મોદીએ જે રીતે સાર્વજનિક રીતે ચીનને ક્લીનચીટ આપી, તેનાથી વાટાઘાટોમાં ભારતની સ્થિતિ ઘણી નબળી પડી છે. ‘કોઈ ઘૂસ્યું નથી, કોઈ ઘૂસ્યું નથી’ એવા વડાપ્રધાનના નિવેદનની દેશ ભારે કિંમત ચૂકવી રહ્યો છે. તે ગંભીર ચિંતાનો વિષય છે કે મોદી સરકાર છેલ્લા ત્રણ વર્ષમાં યથાવત સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં નિષ્ફળ રહી છે. આ સ્થિતિને વધુ વણસવા દેવી તે અક્ષમ્ય અપરાધ હશે.

 

આ પણ વાંચોઃ Karodpati Sarkar/ કર્ણાટકમાં કોંગ્રેસની ‘કરોડપતિ’ સરકારઃ તમામ મંત્રીઓ કરોડપતિ

આ પણ વાંચોઃ IPL Satto/ સુરતમાં IPL પરના સટ્ટા રેકેટનો પર્દાફાશ, ચારની ધરપકડ, ત્રણ કરોડ કરતાં વધુના વ્યવહારો મળ્યાં

આ પણ વાંચોઃ FIPIC-Modi/ વિશ્વમાં કોઈપણ દેશની જરૂરતના સમયે પડખો ઊભે રહેતો દેશ હોય તો તે ભારત છેઃ મોદી