IPL Satto/ સુરતમાં IPL પરના સટ્ટા રેકેટનો પર્દાફાશ, ચારની ધરપકડ, ત્રણ કરોડ કરતાં વધુના વ્યવહારો મળ્યાં

આઇપીએલ મેચ પર ઘણા લોકો પૈસા કમાવા માટે સટ્ટો રમતા હોય છે. ત્યારે સુરતના રાંદેર વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઓનલાઈન સટ્ટા રેકેટને ઝડપી પાડ્યું છે.

Top Stories Gujarat
Satto સુરતમાં IPL પરના સટ્ટા રેકેટનો પર્દાફાશ, ચારની ધરપકડ, ત્રણ કરોડ કરતાં વધુના વ્યવહારો મળ્યાં

આઇપીએલ મેચ પર ઘણા લોકો પૈસા કમાવા માટે સટ્ટો રમતા હોય છે. ત્યારે સુરતના IPL Satto રાંદેર વિસ્તારમાંથી સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ઓનલાઈન સટ્ટા રેકેટને ઝડપી પાડ્યું છે. આ મામલે પોલીસ દ્વારા 4નલોકોની ધરપકડ કરવામાં આવી છે. તો 96 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ સટ્ટા રેકેટમાં મહત્વની વાત એ છે કે આખું રેકેટ સોફ્ટવેરની મદદથી ઓપરેટ કરવામાં આવતું હતું.

સુરતના રાંદેર વિસ્તારમાં રામનગરના એક મકાનમાં ખૂબ જ મોટા પાયા પર IPL Satto  મેચ પર સટો રમાડવામાં આવતો હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલ ગાંધીનગરને મળી હતી. તેથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા રામનગરના આ મકાનમાં દરોડો કરવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન ipl મેચ પર સટો રમાડતા આરોપીઓના નેટવર્કને પકડવામાં પોલીસની મોટી સફળતા મળી છે.

સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સટ્ટો રમાડનારા દીપક ઉર્ફે દીપુ સુદવાની, ડેનિસ પંચોલી, રિતેશ પટેલ અને વિનેશ પટેલ નામના IPL Satto ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ મકાનમાંથી 28 મોબાઈલ, લેપટોપ, સીમકાર્ડ બે વાહન અને રોકડા રૂપિયા સહિત કુલ 5,69,350નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

પોલીસ દ્વારા તમામે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે ipl શરૂ થઈ છે ત્યારથી IPL Satto આ ઇસમો સટ્ટો રમાડતા હતા. અત્યાર સુધીમાં આ ગેંગ દ્વારા 3,46,61,472 રૂપિયાના વ્યવહારો કરવામાં આવ્યા છે. આ બાબતે સ્ટેટ દ્વારા ચાર આરોપીને રાંદેર પોલીસને સોંપવામાં આવ્યા છે અને 96 આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહત્વની વાત છે કે એકે સોફ્ટવેરના આધારે આ આખું નેટવર્ક ઓપરેટ થતું હતું. હાલ તો રાંદેર પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને સટ્ટા રેકેટને લઈને આગામી દિવસોમાં મોટા ખુલાસા થાય તો નવાઈ નહીં.

 

આ પણ વાંચોઃ FIPIC-Modi/ વિશ્વમાં કોઈપણ દેશની જરૂરતના સમયે પડખો ઊભે રહેતો દેશ હોય તો તે ભારત છેઃ મોદી

આ પણ વાંચોઃ વાસ્મોનો ભ્રષ્ટાચાર/ વાસ્મોનો ભ્રષ્ટાચારઃ નલ સે જલ યોજનાના કરોડો રૂપિયા ભ્રષ્ટાચારની ગંગોત્રીમાં વહી ગયા

આ પણ વાંચોઃ FIPIC લીડર્સ-પીએમ મોદી લંચ/ FIPIC નેતાઓને મિલેટ યર નિમિત્તે ભારતીય વાનગીઓનો આસ્વાદ કરાવાયો