HC order/ દિલ્હી હાઈકોર્ટે આદેશ આપતા ભાજપના દિગ્ગજ નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવશે.

Top Stories India
1 61 દિલ્હી હાઈકોર્ટે આદેશ આપતા ભાજપના દિગ્ગજ નેતા શાહનવાઝ હુસૈન સામે બળાત્કારનો કેસ નોંધવામાં આવશે!

કેન્દ્ર અને બિહાર સરકારમાં મંત્રી રહી ચૂકેલા ભાજપના નેતા શાહનવાઝ હુસૈનને મોટો ઝટકો લાગ્યો છે. શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કારનો કેસ નોંધવામાં આવશે. એક જૂના કેસમાં દિલ્હી હાઈકોર્ટે પોલીસને શાહનવાઝ હુસૈન વિરુદ્ધ બળાત્કાર સહિત અન્ય કલમોમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. એટલું જ નહીં, કોર્ટે પોલીસને આ કેસની તપાસ 3 મહિનામાં પૂરી કરવા માટે કહ્યું છે.

દિલ્હી હાઈકોર્ટમાં જસ્ટિસ આશા મેનનની બેંચે પોલીસને પીડિત મહિલા દ્વારા થોડા વર્ષો પહેલા કરવામાં આવેલી ફરિયાદમાં કેસ નોંધવાનો આદેશ આપ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં તમામ તથ્યોને જોતા સ્પષ્ટ થાય છે કે પોલીસ આ મામલે એફઆઈઆર નોંધવામાં સંપૂર્ણ અનિચ્છા ધરાવે તેવું લાગી રહ્યું છે. દિલ્હી હાઈકોર્ટે કહ્યું કે પોલીસ દ્વારા ટ્રાયલ કોર્ટમાં રજૂ કરવામાં આવેલ રિપોર્ટ અંતિમ રિપોર્ટ નથી.

જાન્યુઆરી 2018માં દિલ્હીની મહિલાએ નીચલી કોર્ટમાં અરજી કરી અને હુસૈન સામે બળાત્કારનો કેસ દાખલ કરવાની અપીલ કરી. મહિલાએ આરોપ લગાવ્યો હતો કે શાહનવાઝ હુસૈને છતરપુર ફાર્મ હાઉસમાં તેની સાથે બળાત્કાર કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી  પણ આપી હતી.

આ પહેલા પોલીસે નીચલી કોર્ટમાં રિપોર્ટ રજૂ કર્યો હતો અને કહ્યું હતું કે શાહનવાઝ હુસૈન સામેનો કેસ બહાર નથી આવ્યો. ટ્રાયલ કોર્ટે તેના નિર્ણયમાં પોલીસની દલીલને નકારી કાઢી હતી, કોર્ટે કહ્યું હતું કે મહિલાની ફરિયાદમાં કોગ્નિઝેબલ ગુનો છે. શાહનવાઝ હુસૈન બિહારના MLC છે. તેઓ બિહારમાં JDU-BJP ગઠબંધન સરકારમાં મંત્રી પણ હતા. શાહનવાઝ હુસૈન પણ ત્રણ વખત સાંસદ રહી ચૂક્યા છે. તેઓ અટલ સરકારમાં મંત્રી પણ હતા.