Kheda/ એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીના ગાળા ઉપર છરીના ઘા ઝીંકયા

જાહેરમાં જ યુવતી પર ચપ્પુના ઘા ઝીક્યા હતા. ત્યાર બાદ સારવાર માટે યુવતીને હોસ્પિટલ  ખસેડવામાં આવી.

Top Stories Gujarat
Untitled.png ima harti 1 એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતીના ગાળા ઉપર છરીના ઘા ઝીંકયા
  • ખેડાઃ યુવતી પર હુમલાની ઘટના
  • માતરના ત્રાજ ગામની ઘટના
  • યુવતી પર જાહેરમાં કરાયો હુમલો
  • જાહેરમાં યુવતી પર ઝીક્યા ચપ્પુના ઘા
  • સારવાર માટે યુવતીને હોસ્પિટલમાં કરાઈ દાખલ
  • 18 વર્ષિય યુવતી પર કરાયો હુમલો

ખેડા ખાતે ગ્રીષ્માકાંડ જેવી ઘટના બની છે. એકતરફી પ્રેમમાં પાગલ યુવકે જાહેરમાં યુવતી ઉપર હુમલો કર્યો છે. અને યુવતીના ગળાના ભાગે છરીના ઘા છીંકી દીધા હતા. જ્યાં સારવાર દરમિયાન યુવતીનું મોત થયું છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ખેડા જિલ્લાના માતરના ત્રાજ ગામની રહેવાસી યુવતી ઉપર ગામમાં જ જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો. યુવતીની ઉમર 15 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે. જાહેરમાં જ યુવતી પર ચપ્પુના ઘા ઝીક્યા હતા. ત્યાર બાદ સારવાર માટે યુવતીને હોસ્પિટલ  ખસેડવામાં આવી. જ્યાં મોડી રાત્રે સારવાર દરમિયાન તેણીનું મોત થયું હતું.

માતર ગામમાં સહેલી સાથે ઠંડા પીણા લેવા ગયેલી યુવતીની ક્રૂર હત્યા કરવામાં આવી છે. ત્રાજ ગામમાં રહેતી 15 વર્ષીય કૃપાની જાહેરમાં  ગળું કાપી હત્યા કરવામાં આવી છે. ગામના 42 વર્ષીય રાજુ પટેલએ કૃપાની હત્યા કરી હતી. કૃપા ગામમાં આવેલી દુકાને કોલ્ડડ્રિંક લેવા ગઈ હતી.  જયા તેના ગળાના ભાગમાં અને હાથ પર છરીના ઘા માર્યા હતા. કૃપાને ખેડા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જ્યાં હાજર મેડિકલ ઓફિસરે સગીરાને મૃત જાહેર કરી હતી. માતર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. આરોપીની અટકાયત કરી ફરિયાદ નોધવામાં આવી હતી.