Announcement/ ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,જમ્મુ-કાશ્મીરમાં રહેતા બહારના લોકો પણ કરી શકશે મતદાન

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી મતદારની યાદી તૈયારી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ,ત્યારે મતદાન પ્રક્રીયા હેઠળ મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

Top Stories India
2 30 ચૂંટણી પંચે કરી મોટી જાહેરાત,જમ્મુ-કાશ્મીરમાં રહેતા બહારના લોકો પણ કરી શકશે મતદાન

જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણી મતદારની યાદી તૈયારી કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ,ત્યારે મતદાન પ્રક્રીયા હેઠળ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જમ્મુ અને કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારી  હિરદેશ કુમારે જાહેરાત કરી છે કે કોઇ પણ વ્યક્તિ કે જે કાશ્મીરના ન હો અને અન્ય રાજ્યના હોય પરતું તે જમ્મુ-કાશ્મીરમાં રહે છે  તો તે કાશ્મીરમાં મતદાન કરી શકશે. તે માટે તેમણે તેમના નામની નોંદણી કરાવવાની રહેશે.

હિરદેશ કુમારે બુધવારે જણાવ્યું કે જમ્મુ-કાશ્મીરમાં આ વખતે લગભગ 25 લાખ નવા મતદારોના નામ મતદાર યાદીમાં સામેલ થવાની આશા છે. તેમણે કહ્યું કે કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, મજૂરો અને કોઈપણ બિન-સ્થાનિક જે કાશ્મીરમાં રહે છે તેઓ પોતાનું નામ મતદાર યાદીમાં સામેલ કરાવી શકે છે. તેમણે કહ્યું કે મતદાર યાદીમાં નામ સામેલ કરવા માટે સ્થાનિક રહેઠાણનું પ્રમાણપત્ર જરૂરી નથી. આ સિવાય જમ્મુ-કાશ્મીરમાં તૈનાત સુરક્ષા દળોના જવાનો પણ મતદાર યાદીમાં નામ સામેલ કરીને મતદાન કરી શકે છે.

તેમણે કહ્યું કે બહારના લોકો માટે મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ડોમિસાઇલની આવશ્યકતા નથી. તેમણે એમ પણ કહ્યું છે કે અન્ય રાજ્યોના સશસ્ત્ર દળોના કર્મચારીઓ કે જેઓ J&Kમાં શાંતિ સ્ટેશનો પર તૈનાત છે તેઓ પણ તેમના નામ મતદાર યાદીમાં ઉમેરી શકે છે.ઉલ્લેખનીય છે  કે આ મામલે કાશ્મીરના સ્થાનિક નેતાઓએ આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો. જેમાં મહેબુબા મુફતી,ફારૂક અબ્દુલ્લા સહિત અનેક નેતાઓ આ મામલે તીખી પ્રતિક્રિયા આપી રહ્યા છે.

તેમણે કહ્યું કે 15 સપ્ટેમ્બરથી મતદાર યાદીમાં નામ સામેલ કરવાની પ્રક્રિયા શરૂ થશે. 25 ઓક્ટોબર સુધી ચાલશે. જો કે, દાવાઓ અને વાંધાઓનું નિરાકરણ 10 નવેમ્બર સુધીમાં કરવામાં આવશે. હૃદેશ કુમારના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં 18 વર્ષથી વધુ ઉંમરના લગભગ 98 લાખ લોકો છે, જ્યારે અંતિમ મતદાર યાદી મુજબ સૂચિબદ્ધ મતદારોની કુલ સંખ્યા 76 લાખ છે.