ભાવ વધારો/ મોંઘવારીએ માઝા મૂકી, સીંગતેલના ભાવમાં વધારો થતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

દેશ સહિત રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે, આજે ફરી એકવાર ખાધ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગની હાલત ખુબ કફોડી છે

Top Stories Gujarat
Increase in oil prices

રાજકોટ: સીંગતેલમાં બે દિવસમાં રૂ. 30નો વધારો (Increase in oil prices)
મગફળીની સીઝન પૂર બહાર અને નવા તેલની આવક
કપાસિયામાં નજીવો ભાવવધારો
સીંગતેલ રૂ. 2700 ડબ્બાના ભાવ 2720 થયા
બે દિવસમાં રૂપિયા 30 ભાવ વધારો
કપાસિયા તેલમાં રૂપિયા 5નો વધારો

Increase in oil prices:    દેશ સહિત રાજ્યમાં મોંઘવારીએ માઝા મૂકી છે, આજે ફરી એકવાર ખાધ તેલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. ગરીબ અને મધ્યમવર્ગની હાલત ખુબ કફોડી છે. એક સાંધે ત્યા તેર તૂ઼ટે જેવો ઘાટ છે. જીવનજરૂરિયાતના ભાવ આકમાને પહોંચી રહ્યા છે જેના લીધે લોકોના જીવનધોરણ પર સીધી અસર જોવા મળી રહી છે. સીંગતેલમાં બે દિવસમાં 30 રુપિયાનો ધરખમ વધારો થયો છે,જયારે કપાસિયા તેલમાં નજીવો વધારો નોંધાયો છે. ભાવ વધારાના લીધે મધ્યમવર્ગ અને ગરીબ લોકોને મોંઘવારીની મારનો સામનો કરવો પડી રહ્યો છે. તેલમાં સતત ભાવ વધી રહ્યા છે જે ચિંતાજનક બાબત છે. ખાધતેલના ભાવ વધતા ગૃગિણીઓનું બજેટ પર ખોરવાઇ જાય છે.

ઉલ્લેખનીય છે કે (Increase in oil prices) સીંગતેલના ભાવમાં બે દિવસમાં 30 નો વધારો કરતા હવે તેલના ડબ્બાનો ભાવ 2700થી વધીને 2720 થયો છે. છેલ્લા બે દિવસમાં સીંગતેલના ભાવમાં 30 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે.જ્યારે કપાસિયા તેલમાં નજીવો વધારો થયો છે. પાંચ રીપિયાનો કપાસિયા તેલમાં વધારો કરવામાં આવ્યો છે. ખાધ તેલના ભાવ વધતાની સાથે ખાવાપીવાની ચીજવસ્તુઓના ભાવ પણ વધવાની સંભાવના રહેલી છે. તેલના ભાવ પર સરકારે નિયત્રણ માટે અસરાકારક નિર્ણય લેવો જોઇએ.

પ્રાપ્ત માહિતી (Increase in oil prices) અનુસાર સીંગતેલનો ડબ્બા પર હવે 2700ના બદલે 2720 ચૂકવવા પડશે આવનાર દિવસોમાં તેલના ભાવમા વધારો થવાની પુરે પુરી સંભાવના છે. સંગ્રહખોરીના લીધે હાલ ભાવ ધી રહ્યા છે.

ધરપકડ/રાજકોટમાં નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું, ક્રાઇમ બાન્ચે 7 આરોપીની કરી ધરપકડ, રાજયવ્યાપી કૌભાંડ હોવાની