- રાજકોટ : નકલી નોટો ઘુસાડવાનું કારસ્તાન ઝડપાયું
- એ ડિવિઝન અને ક્રાઈમ બ્રાન્ચે કારસ્તાન ખુલ્લું પાડ્યુ
- નકલી નોટ જમાં કરાવી જે તે સ્થળે અસલી નોટ મેળવતા હતા
- આંગડિયા પેઢીમાં મારફતે ઘુસાડવામાં આવતુ હતુ
- 10 થી 12 પેઢીઓ દ્વારા ઘુસાડવામાં આવ્યુ
- અંદાજીત 35 લાખ ઘુસાડ્યા હોવાની માહિતી
- ભરત નામના વ્યક્તિ સહિત કુલ 7 વ્યક્તિઓની અટકાયત
- જાલી નોટ ઉના પંથક વિસ્તારમાંથી લઈ આવવામાં આવતી હતી
- સમગ્ર કૌભાંડ રાજ્યવ્યાપી હોવાની આશંકા
fake notes caught: ગુજરાતના રાજકોટમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે .રાજકોટમાં નકલી નોટો ઘૂસાડવાનું કારરસ્તાન ઝડપાયું જેના લીધે સમગ્ર વિસ્તારમાં ખલભળાટ મચી જવા પામ્યો છે. રાજકોટમાં મોટા પાયે નકલી નોટો બજારમાં ફરતી કરવા માટે ષડયંત્ર રચ્યું હતું. આ મામલે રાજકોટના એ ડિવિઝન અવને ક્રાઇમ બ્રાન્ચને આ મામલે મોટી સફળતા સાંપડી છે. નકલી નોટો જમા કરાવીને અસલી નોટો મેળવતા હતા. આ નકલી નોટો ઘૂસાડવાનું ખેલ આંગડિયા પેઢી મારફતે કરતા હતા.
ઉલ્લેખનીય છે કે ( fake notes caught)રાજકોટમાં હાલ 35 લાખથી વધુ નકલી નોટો બજારમાં ઘૂસાડી હોવાનું બહાર આવ્યું છે, પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર 10 થી 12 પેઢીમાં નકલી નોટો ઘૂસાડી છે. આ નકલી નોટ ઘૂસાડવાના ષડયંત્રનો ક્રાઇમ બ્રાન્ચે પર્દાફાશ કર્યો છે. પોલીસે ભરત સહિત 7 વ્યક્તિઓનેી અટકાયત કરી છે. આ કેસમાં પુછપરછમાં સામે આવ્યું છે કે જાલી નોટો ઉના પંથક વિસ્તારમાંથી લાવવામાં આવતી હતી. આ મામલે ક્રાઇમ બ્રાન્ચ સઘન તપાસ કરી રહી છે. આ નકલી નોટો ઘૂસાડવાનું કૌભાંડ સમગ્ર રાજવ્યાપી હોવાનું સામે આવ્યું છે.