ગુજરાતના રાજયસભાના સાંસદ, ઉત્તમ સમાજસેવક, પ્રતિષ્ઠિત વકીલ અભયભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાન અંગે ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ગુજરાતના રાજયસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજના દુઃખદ અવસાન અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આજે ગુજરાતે એક જુજારું નેતા, ઉત્તમ સમાજસેવી વ્યક્તિને ગુમાવ્યા છે, ઈશ્વર તેમના પવિત્ર આત્માને શાંતિ અર્પે અને તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.
ઇશ્વર એમનાં દિવંગત આત્માને શાંતિ અર્પે, એમનાં શુભેચ્છકો અને પરિવારને આવી ચડેલા દુ:ખને સહન કરવાની શક્તિ અર્પે એવી પ્રાર્થના કરું છું. ઓમ શાંતિ !
— C R Paatil (@CRPaatil) December 1, 2020
પાટીલે જણાવ્યું હતું કે, અભયભાઈ ભારદ્વાજની પ્રતિષ્ઠિત વકીલ તરીકેની પણ આગવી છાપ હતી, તેઓ જીવનભર લોકોની મદદ કરવામાં અગ્રેસર રહ્યા હતા, તેઓને તેમણે કરેલા સેવાકીય કાર્યો માટે હંમેશા યાદ કરાશે, અભયભાઈ ભારદ્વાજને ભાવભીની શ્રદ્ધાંજલી!!
