National News/ હવે ઘરે બેઠા મેળવો મફત PNG ગેસ કનેક્શન, ₹500 ની ગેસ ફ્રી અને સિક્યોરિટી ફી માફ

સરકારે PNG Gas કનેક્શનને પ્રોત્સાહન આપવા માટે ₹500 સુધીની મફત ગેસ અને સિક્યોરિટી ફી માફીની જાહેરાત કરી છે. જાણો 31 માર્ચ સુધી આ ઓફરનો લાભ કઈ રીતે લેવો અને LPG સપ્લાય અંગે શું છે લેટેસ્ટ અપડેટ.

NATIONAL Top Stories India
PNG Gas

PNG Gas Connection Offer: વધતા જતા મોંઘવારીના યુગમાં કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. સરકાર હવે દેશભરમાં પાઈપ્ડ નેચરલ ગેસ (PNG Gas) ના વ્યાપને વધારવા માટે કમર કસી રહી છે. આ અભિયાન હેઠળ નવી દિલ્હી સહિત અનેક વિસ્તારોમાં નવા PNG કનેક્શન લેનારા ગ્રાહકોને ₹500 સુધીનો ગેસ મફત આપવાની અને સિક્યોરિટી ડિપોઝિટ માફ કરવાની મોટી જાહેરાત કરવામાં આવી છે.

શું છે સરકારની નવી સ્કીમ? (PNG Gas)

પેટ્રોલિયમ સંયુક્ત સચિવ સુજાતા શર્માએ મીડિયા બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, PNG (PNG Gas)કનેક્શનની સંખ્યામાં ઝડપથી વધારો કરવા માટે તેલ કંપનીઓએ પ્રોત્સાહક યોજનાઓ અમલી બનાવી છે.

₹500 ફ્રી ગેસ: 31 માર્ચ સુધી નવું (PNG Gas) કનેક્શન લેનારા ગ્રાહકોને ₹500 સુધીનો ગેસ મફત મળશે.

સિક્યોરિટી ફી માફ: સામાન્ય રીતે ગેસ કનેક્શન લેતી વખતે જે સિક્યોરિટી ડિપોઝિટ ભરવી પડતી હોય છે, તેમાં પણ મોટી રાહત આપવામાં આવી છે.

24×7 કામ: દિલ્હી જેવા શહેરોમાં ગેસ પાઈપલાઈન કનેક્શન આપવા માટે 24 કલાક કામ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે, જેથી કનેક્શન જલ્દી મળી શકે.

LPG સપ્લાય અને કાળાબજારી પર એક્શન

સરકારે સ્પષ્ટ કર્યું છે કે દેશમાં ડોમેસ્ટિક LPG  (ગેસ સિલિન્ડર) ની કોઈ અછત નથી. કાળાબજારી રોકવા માટે સરકારે 24 માર્ચના રોજ વિવિધ રાજ્યોમાં 2700 સ્થળોએ દરોડા પાડીને અંદાજે 2000 સિલિન્ડર જપ્ત કર્યા છે. રિફાઇનરીઓ પોતાની પૂરી ક્ષમતા સાથે કામ કરી રહી છે, તેથી નાગરિકોએ કોઈ પણ પ્રકારની અફવાઓથી ગભરાવાની જરૂર નથી.

વૈશ્વિક તણાવ અને ભારતની તૈયારી

વેસ્ટ એશિયામાં ચાલી રહેલા તણાવ વચ્ચે ભારત સરકાર સતત ગ્લોબલ લીડર્સના સંપર્કમાં છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું કે, 24 માર્ચના રોજ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીને ફોન કરીને શિપિંગ લાઈનોની સુરક્ષા અંગે ચર્ચા કરી હતી. ભારત પોતાની ઉર્જા જરૂરિયાતોને સુરક્ષિત રાખવા માટે તમામ પાસાઓ પર કામ કરી રહ્યું છે.


આ પણ વાંચો :પશ્ચિમ એશિયામાં યુદ્ધના ભણકારા! ભારત સરકાર એક્શનમાં, આવતીકાલે સંસદ ભવનમાં ‘સર્વપક્ષીય બેઠક’

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય! ધર્મ બદલશો તો અનુસૂચિત જાતિ (SC)નો દરજ્જો અને અનામતનો લાભ ગુમાવશો

આ પણ વાંચો :“જો આ યુદ્ધ ચાલુ રહેશે તો ગંભીર પરિણામો નિશ્ચિત છે…” PM મોદીએ રાજ્યસભામાં મધ્ય પૂર્વ યુદ્ધ પર કહ્યું