India Oil Import News: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવને કારણે વિશ્વભરમાં તેલ અને ગેસનું સંકટ ઘેરું બન્યું છે. વિશ્વના 20% ઊર્જા પરિવહનનું કેન્દ્ર ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ ને ઈરાને બંધ કરી દેતા ભારત (India) જેવા મોટા આયાતકાર દેશ માટે મુશ્કેલી ઉભી થઈ હતી. જોકે, ભારતની વિદેશ નીતિ અને પેટ્રોલિયમ મંત્રાલયની સતર્કતાને કારણે ભારતે આ મુસીબતનો રસ્તો શોધી કાઢ્યો છે.
આફ્રિકાના નાના દેશો બન્યા India ના ‘તારણહાર’
ભારતે મધ્ય પૂર્વના દેશો પરની નિર્ભરતા ઘટાડીને આફ્રિકાના એવા દેશો પાસેથી તેલ અને ગેસ મંગાવવાનું શરૂ કર્યું છે જેમના નામ ભાગ્યે જ લોકોએ સાંભળ્યા હશે.
LPG માટે સંપર્ક: ભારત હવે અમેરિકા, રશિયા અને કેનેડા ઉપરાંત નાઈજીરિયા, અલ્જીરિયા, ઘાના, કોંગો અને અંગોલા જેવા પશ્ચિમ આફ્રિકન દેશો પાસેથી ગેસ મંગાવી રહ્યું છે.
LNG માટે મદદ: કેમરૂન, ઈક્વેટોરિયલ ગિની અને મોઝામ્બિક જેવા દેશો પાસેથી ભારતને સપ્લાય મળવા લાગી છે.
રશિયા પાસેથી આયાતમાં 90% નો ધરખમ વધારો
જ્યારે પશ્ચિમ એશિયામાંથી સપ્લાયમાં 15% નો ઘટાડો થયો, ત્યારે રશિયા ભારતની મદદે આવ્યું છે. અમેરિકાએ રશિયા પાસેથી તેલ ખરીદવા માટે ભારતને 30 દિવસની વિશેષ છૂટ આપી છે. પરિણામે, ફેબ્રુઆરીની સરખામણીએ માર્ચ મહિનામાં રશિયા પાસેથી ભારતની તેલની ખરીદીમાં 90% નો તોતિંગ વધારો નોંધાયો છે.
હોર્મુઝને ‘બાયપાસ’ કરવાની રણનીતિ
ભારત માત્ર દરિયાઈ માર્ગ પર જ નિર્ભર નથી. સાઉદી અરેબિયાની ‘ઈસ્ટ-વેસ્ટ પાઈપલાઈન’ અને UAE ની ‘હબશાન-ફુજૈરાહ પાઈપલાઈન’ દ્વારા પણ ભારતને (India) તેલ મળી રહ્યું છે. આ પાઈપલાઈન્સ હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરે છે, જેના કારણે દરિયાઈ અવરોધ હોવા છતાં ભારતનો પુરવઠો અટક્યો નથી.
પેટ્રોલિયમ મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં અત્યારે કાચા તેલ, LPG અને LNG ની ઉપલબ્ધતા એક મહિના પહેલા કરતા ઘણી સારી સ્થિતિમાં છે. આ ભારતની (India) વ્યૂહાત્મક જીત માનવામાં આવે છે.
આ પણ વાંચો : તેલ ચોરોની ખેર નથી! પાકિસ્તાને તેલ-ગેસની દાણચોરી રોકવા આતંકવાદ વિરોધી કાયદો રજૂ કર્યો
આ પણ વાંચો : ઈરાનનો માસ્ટરપ્લાન, હોર્મુઝ પર વસૂલશે ટોલ ટેક્સ; અમેરિકા-ઈઝરાયેલના જહાજો પર પ્રતિબંધથી ખળભળાટ
આ પણ વાંચો : પાકિસ્તાન મધ્યસ્થી નથી માત્ર જગ્યા આપી રહ્યું છે, ઈરાન-અમેરિકા જંગ પર પૂર્વ RAW ચીફ વિક્રમ સૂદનું નિવેદન


