રિયો ઓલિમ્પિક્સની સિલ્વર-મેડલ વિજેતા 13 મી ક્રમાંકિત મેળવેલ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ડને હરાવીને ઓલિમ્પિકની જીતની હેટ્રિક પૂર્ણ કરી લીધી. સિંધુ, જે અત્યાર સુધી બે સરળ જીત સાથે આવી છે, તે ઘણી રીતે ઓલિમ્પિક્સમાં તેની પ્રથમ વાસ્તવિક ટેસ્ટ હતી અને તે આમા જીતી પણ ગઈ. સિંધુએ સીધી ગેમમાંં જીત નોંધાવી આ મુકાબલો 40 મિનિટમાં જીતી લીધો.
આ પણ વાંચો – Tokyo Olympic 2021 / ભારતીય પુરુષ હોકી ટીમ આર્જેન્ટિનાને હરાવી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી
પી.વી.સિંધુએ ઓલિમ્પિક્સમાં શાનદાર જીતની હેટ્રિક સાથે મહિલા સિંગલ્સ ઇવેન્ટની ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. તેણે ડેનમાર્કની મિયા બ્લેચફેલ્ડને 21-15 અને 21-11થી હરાવી દીધી છે. પીવી સિંધુએ રાઉન્ડ ઓફ-16 મેચની રમત 1 માં મિયા બ્લિચફેલ્ડ સામે શરૂઆતથી લીડ ચાલુ રાખી હતી અને પ્રથમ મેચમાં તેણે પોતાને 11-6થી લીડ સાથે આગળ રાખી હતી. જોકે, તેના પછી થોડી ક્ષણો માટે સિંધુની લડત ખૂબ જ પડકારજનક થઈ ગઈ હતી કારણ કે મિયા બ્લિચફેલ્ડે શાનદાર વાપસી કરતા સ્કોર 15-17 કરી દીધો હતો. સિંધુએ થોડી રક્ષણાત્મક રમત બતાવી અને તેની પ્રતિસ્પર્ધી તેની રમતનાં આક્રમણ પર હતી.
#TokyoOlympics| Badminton, Women's singles Round of 16: PV Sindhu beats Denmark’s Mia Blichfeldt 21-15, 21-13 pic.twitter.com/GvaJAewICk
— ANI (@ANI) July 29, 2021
આ પણ વાંચો – આસામ સરકારનો મહત્વનો નિર્ણય / ઓલિમ્પિક, કોમનવેલ્થ અને એશિયન ગેમ્સના મેડલ વિજેતાઓને સરકારી નોકરી મળી શકશે
આ પછી સિંધુએ ઝડપથી તેના ખાતામાં બે પોઇન્ટ એડ કર્યા હતા અને પછી બીજા પોઇન્ટ સાથે પ્રથમ રમત જીતવાની ધાર બનાવી હતી. લયમાં રહેલી સિંધુ પ્રથમ રમત 21-15થી જીતવામાં સફળ રહી હતી. બીજી ગેમમાં સિંધુએ પ્રથમ પોઇન્ટ જીતવા માટે ઉચ્ચ-સ્તરની રમત બતાવી અને શ્રેષ્ઠ પ્રયત્નો છતા ડેનમાર્કની ખેલાડીને નિષ્ફળ કરી દીધી હતી. અહીંથી સિંધુ આત્મવિશ્વાસુ દેખાઈ અને તેણે ઝડપથી બે પોઇન્ટ મેળવી લીધા. ત્યારબાદ સિંધુએ પાછું વળીને જોયું નહીં અને બીજી રમત પણ 21-11 થી જીતીને પોતાના પરિચિત નમસ્કારની સાથે મેચનું સમાપન કર્યુ હતુ.
