Bagdana Controversy Case: ભાવનગરના ચકચારી Bagdana Controversy Case માં હવે તપાસનો ધમધમાટ તેજ બન્યો છે. નવનીત બાલધિયા પર થયેલા હુમલા બાદ રચાયેલી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ) આજે મહુવા કોર્ટમાં પહોંચી હતી. SITની ટીમે પકડાયેલા આઠેય આરોપીઓને મહુવા કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતા, કોર્ટે તમામ આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
SITની તપાસ અને આરોપીઓના રિમાન્ડ
રાજ્ય સરકાર દ્વારા ખાસ રચવામાં આવેલી SITની ટીમ, ધારીના મદદનીશ પોલીસ અધિક્ષક જયવીર ગઢવીની આગેવાનીમાં મહુવા કોર્ટ પહોંચી હતી. Bagdana Controversy Case ના મૂળ સુધી પહોંચવા માટે પોલીસે આરોપીઓના રિમાન્ડની માંગણી કરી હતી. કોર્ટે દલીલો સાંભળ્યા બાદ આઠેય શખ્સોને 3 દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં સોંપવાનો આદેશ આપ્યો છે, જેનાથી હવે હુમલા પાછળના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી શકે છે.

Bagdana Controversy Caseનો શું હતો સમગ્ર વિવાદ?
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે લોકસાહિત્યકાર માયાભાઈ આહીરના એક નિવેદનમાં બગદાણા ધામના ‘મેનેજિંગ ટ્રસ્ટી’ શબ્દનો ઉલ્લેખ થયો. આ બાબતે બગદાણાના સેવક નવનીત બાલધિયાએ સ્પષ્ટતા કરી હતી કે આશ્રમમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી. જોકે, આ સ્પષ્ટતા બાદ માયાભાઈએ માફી તો માંગી લીધી હતી, પરંતુ નવનીત બાલધિયા પર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો.
હુમલા પાછળ કોનું નામ?
Bagdana Controversy Case માં નવનીત બાલધિયાએ ગંભીર આક્ષેપ કર્યો છે કે આ હુમલો માયાભાઈ આહીરના પુત્રના ઈશારે કરવામાં આવ્યો છે. આ આક્ષેપો બાદ સોશિયલ મીડિયા પર પણ ભારે વિવાદ જાગ્યો હતો. હવે જ્યારે SIT આ કેસની તપાસ કરી રહી છે, ત્યારે રિમાન્ડ દરમિયાન આરોપીઓ હુમલાના ષડયંત્ર અંગે મોટા ખુલાસા કરે તેવી શક્યતા છે.
આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !
આ પણ વાંચો: નવનીત બાલધિયા સાથે સમાધાનના સમાચાર ફેક! બાપુએ કરી મોટી સ્પષ્ટતા
આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં
