Morari Bapu Poster Controversy: છેલ્લા કેટલાક દિવસોથી ભાવનગર અને સોશિયલ મીડિયા પર Morari Bapu Poster Controversy એ ભારે જોર પકડ્યું છે. બગદાણાના સેવક નવનીત બાલધિયા વિવાદમાં પૂજ્ય મોરારી બાપુએ સમાધાન કરાવ્યું હોવાના દાવા સાથેના પોસ્ટર્સ વાયરલ થયા હતા. જોકે, આ વિવાદમાં હવે ખુદ મોરારી બાપુએ સ્પષ્ટતા કરતા અફવા ફેલાવનારાઓની બોલતી બંધ થઈ ગઈ છે.
શું છે આ Morari Bapu Poster Controversy?
ભાવનગરમાં નવનીત બાલધિયા વિવાદમાં ઘેરાયેલા છે, ત્યારે અચાનક સોશિયલ મીડિયા પર એક પોસ્ટર વાયરલ થયું. આ પોસ્ટરમાં એવું દર્શાવવામાં આવ્યું કે મોરારી બાપુએ આ મામલે મધ્યસ્થી કરી સમાધાન કરાવી દીધું છે. પોસ્ટરમાં બાપુ કોઈના ખબર-અંતર પૂછતા હોય તેવો ફોટો મૂકવામાં આવ્યો હતો. આ પોસ્ટર જોતા જ લોકોમાં એવી ચર્ચા શરૂ થઈ કે શું ખરેખર બાપુએ આ વિવાદમાં એન્ટ્રી કરી છે?
“હું બિહારમાં છું, મારો ફોટો ખોટો છે”: મોરારી બાપુ
Morari Bapu Poster Controversy પર મૌન તોડતા મોરારી બાપુએ જણાવ્યું કે, “હું છેલ્લા 9 દિવસથી બિહારમાં રામકથા કરી રહ્યો છું અને હાલ પણ બિહારમાં જ છું. મારો જે ફોટો વાયરલ કરવામાં આવ્યો છે, તેમાં છેડછાડ કરીને મને ખોટી રીતે રજૂ કરવામાં આવ્યો છે. હું કોઈનું સમાધાન કરાવી રહ્યો હોય તે વાત તદ્દન પાયાવિહોણી છે.
બાપુએ આપ્યો નવો મંત્ર: ‘ઓમ ઈગ્નોરાય નમઃ’
અફવાઓથી પરેશાન ભક્તોને માર્ગદર્શન આપતા બાપુએ હળવા અંદાજમાં એક મંત્ર આપ્યો હતો. તેમણે કહ્યું કે, “જો કોઈ તમારા વિશે ખોટી માહિતી ફેલાવે તો તેને જાણી જોઈને અવગણો. તેના માટેનો મંત્ર છે- ઓમ ઈગ્નોરાય નમઃ.” બાપુની આ સ્પષ્ટતા બાદ હવે સાબિત થઈ ગયું છે કે વાયરલ પોસ્ટર ફેક હતું અને તેનો હેતુ માત્ર ગેરસમજ ફેલાવવાનો હતો.
આ પણ વાંચો: Bagdana Controversyના નવનીત બલોધિયા પર હુમલામાં ખૂલ્યું હવે મુંબઈ કનેકશન !
આ પણ વાંચો: ભાવનગર: બગદાણા વિવાદમાં પીડિત યુવકના સમર્થનમાં વધુ એક ધારાસભ્ય મેદાને
આ પણ વાંચો: નવનીત બાલધિયાને ન્યાય અપાવવા હવે કોળી સમાજના વકીલો મેદાનમાં
