Anand News/ પ્રેમ માટે બાંગ્લાદેશથી ભારત આવેલી યુવતીની આણંદમાં ધરપકડ, ડીપોર્ટ સામે પતિની અપીલ

ફેસબુક પર થયેલા પ્રેમ બાદ બાંગ્લાદેશથી ગેરકાયદે ભારત આવેલી અને આણંદમાં પરિવાર વસાવનારી યુવતીની પોલીસે ધરપકડ (Bangladeshi Woman Arrested) કરી છે. પતિએ ડીપોર્ટ ન કરવા સરકારને અપીલ કરી છે.

Top Stories Gujarat Others Breaking News
Bangladeshi Woman Arrested:બે બાળકોની માતા બનેલી બાંગ્લાદેશી મહિલાની ધરપકડ

Anand News: સોશિયલ મીડિયાથી શરૂ થયેલી એક પ્રેમકહાની હવે કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ ગઈ છે. બાંગ્લાદેશની એક યુવતી, જે વર્ષો પહેલા પોતાના પ્રેમીને મળવા ગેરકાયદે રીતે ભારત આવી હતી, તેની આણંદ પોલીસે ધરપકડ (Bangladeshi Woman Arrested) કરી છે. હાલમાં તેને ડીપોર્ટ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેના કારણે તેના પતિ અને બે નાના બાળકોનું ભવિષ્ય અનિશ્ચિત બની ગયું છે.

ફેસબુક પર થયો પરિચય, પ્રેમમાં બદલાઈ મિત્રતા

આણંદ જિલ્લાના લાંભવેલ ગામના રહેવાસી તરુણ પટેલ અને બાંગ્લાદેશની યુવતી કાજુલી (હાલ કાજલ તરીકે ઓળખાય છે) વચ્ચે લગભગ 15 વર્ષ પહેલા ફેસબુક મારફતે પરિચય થયો હતો. સમય જતાં બંને વચ્ચે પ્રેમ સંબંધ વિકસ્યો અને સાથે જીવન વિતાવવાનો નિર્ણય કર્યો.

Bangladeshi Woman Arrested:પાસપોર્ટ ન મળતાં લીધો જોખમી નિર્ણય

કાજલે કાયદેસર રીતે ભારત આવવા માટે પ્રયાસો કર્યા હતા અને એજન્ટ મારફતે પાસપોર્ટ પ્રક્રિયા શરૂ કરી હતી. જોકે, છેતરપિંડીના કારણે તેને પાસપોર્ટ મળ્યો નહીં. બીજી તરફ પરિવાર તરફથી અન્યત્ર લગ્ન માટે દબાણ વધી રહ્યું હતું. આવી પરિસ્થિતિમાં તેણે 2016માં ગેરકાયદે રીતે સરહદ પાર કરીને ભારત આવવાનો નિર્ણય લીધો.

હિન્દુ રીત-રિવાજ મુજબ લગ્ન અને પરિવારની શરૂઆત

ભારત પહોંચ્યા બાદ કાજલે તરુણ સાથે હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા. ત્યારબાદ તેણે હિન્દુ ધર્મ સ્વીકાર્યો અને સ્થાનિક પરંપરાઓ અનુસાર જીવન જીવવાનું શરૂ કર્યું. લગ્નજીવન દરમિયાન દંપતીને બે સંતાનો થયા, જેમાં એક 8 વર્ષનો દીકરો અને એક 2 વર્ષનો નાનો દીકરો છે.

માતાને કરેલા ફોનથી સામે આવી હકીકત

તાજેતરમાં ગુજરાતમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન કાજલે પોતાની બીમાર માતા સાથે વાતચીત કરવા માટે બાંગ્લાદેશ ફોન કર્યો હતો. તપાસ દરમિયાન તેની ઓળખ અને ગેરકાયદે નિવાસ અંગે માહિતી બહાર આવી હતી. ત્યારબાદ આણંદ એલસીબી પોલીસે 2 જૂનની રાત્રે તેની ધરપકડ (Bangladeshi Woman Arrested) કરી હતી.

હાલ નારીગૃહમાં રાખવામાં આવી, ડીપોર્ટ પ્રક્રિયા શરૂ

ધરપકડ (Bangladeshi Woman Arrested) બાદ કાજલને આણંદના નારીગૃહમાં રાખવામાં આવી છે. કાયદાકીય પ્રક્રિયા હેઠળ તેને બાંગ્લાદેશ પરત મોકલવાની કાર્યવાહી ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે.

પતિની સરકારને ભાવુક અપીલ

કાજલના પતિ તરુણ પટેલે રાજ્ય સરકાર અને ગૃહ વિભાગને માનવતાના ધોરણે મદદ કરવાની અપીલ કરી છે. તેમનું કહેવું છે કે કાજલે પ્રેમના કારણે ભારત આવવાનું પગલું ભર્યું હતું અને છેલ્લા ઘણા વર્ષોથી તે પરિવાર સાથે સામાન્ય જીવન જીવી રહી છે.તેમણે વધુમાં જણાવ્યું કે કાજલે હિન્દુ ધર્મ અપનાવ્યો હોવાથી બાંગ્લાદેશ (Bangladeshi Woman Arrested) પરત મોકલવામાં આવે તો તેના જીવને જોખમ થઈ શકે છે. બે નાના બાળકો માતાથી અલગ ન પડે અને પરિવાર તૂટે નહીં તે માટે સરકાર ખાસ વિચારણા કરે તેવી માંગણી કરવામાં આવી છે.


આ પણ વાંચો:ઉનામાં બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરી

આ પણ વાંચો:મહેસાણામાં હોસ્ટેલમાં વિદ્યાર્થીનીની આત્મહત્યા : વડોદરામાં બાંગ્લાદેશી યુવતીએ જીવન ટુંકાવ્યું

આ પણ વાંચો:ભારત પર હુમલાની તૈયારી, આતંકી હાફિઝ સઈદ બાંગ્લાદેશ પહોંચ્યો : લશ્કર કમાન્ડરે જણાવ્યું