Gir Somnath News/ ઉનામાં બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ, LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી કરી

ગીર સોમનાથના ઉનામાં એક સ્પામાંથી બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ છે. LCB અને SOGએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરીને તેને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Others

Gir somnath news ગુજરાત સહિત સમગ્ર દેશ (Country) માં બાંગ્લાદેશી ઘૂસણખોરો (Intruder) ને પકડવામાં આવી રહ્યા છે. અમદાવાદમાંથી ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદેસર (illegal) વસાહતો કરીને રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપી લેવા માટે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે ગુજરાતમાં ઠેર ઠેર બાંગ્લાદેશીઓને ઝડપી લેવાની કામગીરી તીવ્ર બની છે.

ગીર સોમનાથ જિલ્લાના ઉનાના નાળિયા માંડવીમાંથી એક બાંગ્લાદેશી યુવતી ઝડપાઈ છે. LCB અને SOGના સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન ઉનાના નાળિયા માંડવીમાંથી એક ન્યુ પર્પલ ઓર્ચીડ સ્પામાંથી આ બાંગ્લાદેશી યુવતી ઝડપી લેવામાં આવી હતી. પોલીસને તપાસ દરમિયાન તેનો મોબાઈલ તપાસતા યુવતી બાંગ્લાદેશી નાગરિક હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે આ યુવતીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:દ્વારકા જતી બસ પલટી ખાતા મુસાફરો ઘાયલ, ઉદેપુર જતી બસમાં આગ ફાટી નીકળતા માલસામાન ખાખ

આ પણ વાંચો:સ્કૂલ બસ પલટી જતાં ત્રણ વિદ્યાર્થીઓના મોત, ઘટનાસ્થળે ચીસો ગુંજી ઉઠ્યું…

આ પણ વાંચો:અમરેલીમાં મીનીબસ પલટી જતાં 2 લોકના થયા મોત, 15 થી વધુ લોકો ઘાયલ