Gujarat Accident News/ અમરેલીમાં મીનીબસ પલટી જતાં 2 લોકના થયા મોત, 15 થી વધુ લોકો ઘાયલ

અમરેલીમાં અકસ્માતની ઘટના બનવા પામી. બગસરાના જેતપુર હાઈવેપર મીની બસ પલટી ખાઈ જતાં અકસ્માત બનવા પામ્યો. મીની બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 04 29T165219.655 અમરેલીમાં મીનીબસ પલટી જતાં 2 લોકના થયા મોત, 15 થી વધુ લોકો ઘાયલ

અમરેલીમાં અકસ્માતની ઘટના બનવા પામી. બગસરાના જેતપુર હાઈવેપર મીની બસ પલટી ખાઈ જતાં અકસ્માત બનવા પામ્યો. મીની બસમાં 35થી વધુ મુસાફરો સવાર હતા. બગસરા જેતપુર હાઈવે પર અચાનક બસ પલટી ખાતા સવાર મુસાફરોમાંથી 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નિપજયા છે. જ્યારે 15થી વધુ લોકોને ગંભીર ઇજાઓ પંહોચી છે. ઘાયલ મુસાફરોને સારવાર માટે જુનાગઢ ખસેડવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળ પર પંહોચી કાર્યવાહી હાથ ધરી છે.

અગાઉ અમરેલીમાં ડ્રાઈવરની બેદરકારીના કારણે એસટી બસ પલટી જતા 12 જેટલા મુસાફરો ઘાયલ થયા હતા. અમરેલીના દહીડા અને પીપળલગની વચ્ચે આ અકસ્માત બનવા પામ્યો હતો. એસટી બસ પલટી ખાતા બસમાં સવાર મુસાફરો ફસાઈ ગયા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો દોડી આવતા લોકોને બચાવી શકયા હતા. આજે અમરેલીના બગોદરા જેતપુર હાઈવે પર સર્જાયેલ અકસ્માતની પોલીસ તપાસ કરશે કે આમાં ડ્રાઈવરની બેદરકારી છે કે પછી માર્ગ પર કોઈ અડચણ આવતા આ અકસ્માત બનવા પામ્યો. તમામ સંભવિત થીયરી પર પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:કર્ણાટકના ભાજપના સાંસદ વી. શ્રીનિવાસ પ્રસાદનું નિધન

આ પણ વાંચો:સુપ્રીમ કોર્ટમાં આજે અરવિંદ કેજરીવાલની એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે સુનાવણી

આ પણ વાંચો:છઠ્ઠા તબક્કા માટે આજથી ઉમેદવારી ફોર્મ ભરાશે