Gujarat Rains/ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સપ્તાહ છૂટોછવાયો વરસાદ રહેશે

રાજ્યમાં આ સપ્તાહ દરમિયાન મોટાભાગના વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આમ બીજા શબ્દોમાં કહીએ તો વરસાદે અહીં વિરામ લીધો છે. આ સિવાય આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

Top Stories Gujarat
Ahmedabad rain રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં આ સપ્તાહ છૂટોછવાયો વરસાદ રહેશે

રાજ્યમાં આ સપ્તાહ દરમિયાન મોટાભાગના Gujarat Rain વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી છે. આમ બીજા શબ્દોમાં કહીએ તો વરસાદે અહીં વિરામ લીધો છે. આ સિવાય આજે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે. તથા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગરમાં ભારે વરસાદની શક્યતા છે. તથા દક્ષિણ ગુજરાતમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.

સુરત, વલસાડ, નવસારી, તાપી, ડાંગમાં ભારે વરસાદની આગાહી છે. 16, 17, 18, 19 જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. તેમજ વરસાદી ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ રહેશે. 16 જુલાઈ બાદ રાજ્યમાં વરસાદની તીવ્રતા વધશે. તેમજ અમદાવાદ, ગાંધીનગરમાં 16 જુલાઈ બાદ સારો વરસાદ પડશે. રાજ્યમાં છૂટા છવાયા વરસાદની સંભાવનાં છે. 16મી જુલાઇથી વરસાદનુ જોર વધશે.

16 થી 19મી જુલાઇના રોજ રાજ્યના વિવિધ જીલ્લાઓમાં Gujarat Rain વરસાદની આગાહી છે. સાયક્લોનિક સરક્યુલેશનની અસરથી વરસાદનુ જોર વધશે. તથા હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામા આવી છેકે, આગામી ત્રણ કલાકમાં ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ, આણંદ, દાહોદ, પંચમહાલ, ભાવનગર અને મહિસાગરમાં મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે. આજે આણંદ, ભરૂચ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, સુરત, તાપી, વડોદરા અને વલસાડ જિલ્લામાં મેઘ મહેર જોવા મળી છે.

આજે સવારના 10 વાગ્યા સુધીનો વરસાદ
આજે સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યમાં 42 તાલુકામાં Gujarat Rain વરસાદ નોંધાયો છે. જેમાં 9 તાલુકામાં 1થી 4 ઇંચ સુધી જ્યારે 33 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. ગણદેવીમાં 3.5, માંડવી(સુરત)માં 2.8, કરજણમાં 2.1, ખેરગામ અને ડભોઇમાં 1.7 ઇંચ વરસાદ વરસ્યો છે.
ગત 24 કલાકમાં રાજ્યના 87 તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો.જેમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં ખાબક્યો છે. નવસારી અને સુરત સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસ્યો છે. ગત 24 કલાકમાં 10 તાલુકામાં 2થી 5 ઇંચ સુધી, 15 તાલુકામાં 1થી 2 ઇંચ સુધી જ્યારે 62 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ વરસ્યો છે.

 

આ પણ વાંચોઃ Gujarat Heavyrain/ વડોદરાના વાઘોડિયામાં અત્યાર સુધીમાં સૌથી ઓછો ફક્ત 14 ટકા વરસાદ

આ પણ વાંચોઃ Delhi-Yamuna River/ દિલ્હીમાં ‘વોટર સ્ટ્રાઇક’, યમુના 208.46 મીટરના નિશાન પર, NDRF એલર્ટ પર

આ પણ વાંચોઃ Tomato-Centre/ ટામેટા સસ્તા કરવા કેન્દ્ર સક્રિયઃ બીજા રાજ્યોમાંથી ખરીદી કરી નીચા ભાવે વેચશે

આ પણ વાંચોઃ  Ashwin Five/ અશ્વિનનો પંજો અને વેસ્ટઇન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ

આ પણ વાંચોઃ Ashwin Five/ અશ્વિનનો પંજો અને વેસ્ટઇન્ડિઝ 150 રનમાં ઓલઆઉટ