Covid-19/ દેશમાં આજે નોંધાયા અઢી લાખથી વધુ કોરોનાનાં નવા કેસ, 402 લોકોનાં થયા મોત

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 32.31 કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 55.2 લાખથી વધુ લોકોનાં મોત થયા છે.

Top Stories India
Covid-19

વિશ્વભરમાં કોરોના વાયરસનાં કેસ વધીને 32.31 કરોડથી વધુ થઈ ગયા છે. આ રોગચાળાને કારણે અત્યાર સુધીમાં 55.2 લાખથી વધુ લોકોનાં મોત થયા છે, જ્યારે 9.58 અબજથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જોન્સ હોપકિન્સ યુનિવર્સિટી દ્વારા આ આંકડા શેર કરવામાં આવ્યા છે. શનિવારે સવારે તેના નવીનતમ અપડેટમાં, યુનિવર્સિટીનાં સેન્ટર ફોર સિસ્ટમ્સ સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CSSE) એ અહેવાલ આપ્યો કે વર્તમાન વૈશ્વિક કેસ, મૃત્યુ અને રસીકરણની કુલ સંખ્યા અનુક્રમે 323,140,074, 5,528,794 અને 9,582,502,477 થઈ ગઈ છે.

આ પણ વાંચો – કોરોના કેસમાં વધારો / મહારાષ્ટ્રમાં 43211 નવા કેસ, દિલ્હીમાં ચેપનો દર 30 ટકાને પાર, જાણો દેશ અને દુનિયામાં કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોનાનાં કેસોમાં ભારે વધારો થઈ રહ્યો છે. આજે પણ શુક્રવાર કરતા કોરોનાનાં વધુ કેસો સામે આવ્યા છે, જેના કારણે છેલ્લા 24 કલાકમાં 2,68,833 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ આ વાયરસનાં કારણે 402 લોકોનાં મોત થયા છે, જેમાંથી 199 લોકોએ એકલા કેરળમાં જીવ ગુમાવ્યા છે. દેશમાં આ રોગચાળાથી મૃત્યુઆંક વધીને 4,85,752 થઈ ગયો છે. દેશમાં હાઈલી ટ્રાન્સમિસિબલ કોરોના વાયરસ વેરિઅન્ટ ઓમિક્રોનનાં કુલ કેસની સંખ્યા 6,041 પર પહોંચી ગઈ છે. ભારતનો સક્રિય કેસલોડ હાલમાં 14 લાખને વટાવીને 14,17,820 પર પહોંચી ગયો છે, કુલ કેસોમાં સક્રિય કેસનો હિસ્સો ત્રણ ટકાથી વધીને 3.85% થયો છે. જ્યારે દૈનિક પોઝિટિવિટી રેટ વધીને 16.67% થયો છે.

આ સાથે દેશવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 1,56,02,51,117 કરોડ રસીનાં ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 58,02,976 લોકોને રસી આપવામાં આવી છે. રિકવરી રેટ હાલમાં 94.83% છે. છેલ્લા 24 કલાકમાં 1,22,684 સાજા થવા સાથે, આ રોગચાળામાંથી સાજા થનારા લોકોની સંખ્યા વધીને 3,49,47,390 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી કરાયેલા આંકડા મુજબ, 10 જાન્યુઆરી સુધી કુલ 700,562,512 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું, જેમાંથી ગઈકાલે 16,13,740 સેમ્પલોનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.