ફાયરિંગ/ પોરબંદરમાં બે જૂથ હિંસક અથડામણ, ફાયરિંગમાં બે લોકોના મોત

પોરબંદરમાં સામન્ય બાબતમાં  બે જુથ સામ સામે આવી ગયા હતા. બાદમાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે ઘટના દરમિયાન કુલ 6 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યુ,

Gujarat Others
પોરબંદરમાં
  • પોરબંદરમાં 2 કાર અકસ્માતની ઘટના
  • વીર ભનુની ખાંભી નજીક બન્યો બનાવ
  • અકસ્માતને લઇ બે જૂથમાં અથડામણ
  • કાર અથડાવવા મામલે થયું ફાયરીંગ
  • ફાયરીંગમાં એક જૂથના બે સભ્યોના મોત
  • કલ્પેશ ભૂતિયા અને રાજ રેશવાલાનું મોત
  • સમગ્ર મામલે પોલીસ કાફલો ઘટના સ્થળે

પોરબંદરમાં ઉત્તરાયણના દિવસે જ્યાં એક તરફ લોકો ઉજવણી કરી રહ્યા હતા. તો ત્યાં જ બીજી બાજુએ સામન્ય બાબતમાં  બે જુથ સામ સામે આવી ગયા હતા. બાદમાં મામલો એટલો ઉગ્ર બની ગયો કે ઘટના દરમિયાન કુલ 6 રાઉન્ડ ફાયરિંગ પણ કરવામાં આવ્યુ, જેમાં બે લોકોના મોત પણ થયા છે. જ્યારે અન્ય બે વ્યક્તિ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.ફાયરિંગ બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. હાલ પોલીસે આ કેસમાં કુલ ત્રણ શંકાસ્પદ લોકોની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં દોરીથી 200 થી વધુ લોકો ઈજાગ્રસ્ત, સૌથી વધુ અમદાવાદમાં ગળા કાપની ઘટના

પોરબંદરમાં મકરસંક્રાંતિની સાંજે વીર ભનુંની ખામ્ભી પાસે બે કાર અથડાઈ હતી જેમાં બન્ને કાર ચાલકો વચ્ચે સામસામે બોલાચાલી થતા બે જૂથ વચ્ચે મારામારી  થઈ હતી, જેમાં એક શખ્સે અંધાધૂંધ ફાયરિંગ કરતા બે લોકોના મોત નિપજ્યા હતા.

સમગ્ર મામલા વિશે જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક દ્રષ્ટીએ અકસ્માત બાદ મામલો હત્યા સુધી પહોંચે તે વાત ગળે ઉતરી રહી નથી. જેને લઈને પોલીસે હત્યાનું સાચુ કારણ શોધવા તપાસ હાથ ધરી છે. સાથે ફરાર આરોપીઓને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.

આ પણ વાંચો :રાજ્યમાં કોરોના વિસ્ફોટ, 10 હજારથી વધુ કેસ નોંધાયા

પોરબંદરમાં મકરસંક્રાંતિની સાંજે વીર ભનુંની ખામ્ભી પાસે કાર અથડાવવાની બાબતમાં બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી અને બન્ને જૂથમાં કોઈએ 5થી 6 રાઉન્ડ ફાયરિંગ કરતા રાજ પરબત કેશવાલા (મહેર ઉ. 33 રહે ઇન્દિરા નગર) અને કલ્પેશ કાનજી ભૂતિયા (ખારવા નવીબંદર ઉ. 37 રહે રંગોલીયા પાર્ક રાજકોટ ) મોત નિપજ્યા હતા.

ત્રણ લોકોને હથિયાર સાથે ઝડપી લીધા છે જયારે અન્ય આરોપીઓને ઝડપવા માટે પોલીસની ટિમ LCB અને SOGની ટિમ અટકાયત કરેલ ત્રણેય આરોપીની પૂછપરછ કરી રહી છે, જેના પરથી જે કોઈ આરોપી હશે તેની ફરિયાદ મુજબ અટકાયત કરવામાં આવશે. પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે બીજું કોઈ હથિયારો સાથે હતું કે નહીં તો તેની પણ અટકાયત કરવામાં આવશે તેમ SPએ જણાવ્યું હતું.

આ પણ વાંચો :  અંબાજી મંદિર દર્શનાર્થીઓ માટે 15થી 22 જાન્યુઆરી સુધી બંધ

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના ખેડૂતની પૂત્રી પોલિસ ઇન્સપેક્ટર બની ઇતિહાસ રચ્યો

આ પણ વાંચો :મહેસૂલ વિભાગના ત્રણ મામલતદાર પર તવાઇ, 2 મામલતદાર અને 1 ડેપ્યુટી ક્લેકટર સસ્પેન્ડ