આક્રોશ/ બે પગ વાળા આખલા, ગૌચરો ચરી ગયા છે, તેને ખુલ્લા પાડો : વેદના રેલીમાં માલધારી સમાજનો આક્ષેપ

ડબ્બામાં પૂર્વામાં આવેલી ગાયો દંડ લઈને છોડવાના કાયદાનું પાલન કરો. માલધારી સમાજ ગાયો છૂટી મૂકે છે તેઓ સત્તાધીશો ભ્રામક પ્રચાર બંધ કરે, સાચી હકીકત એ છે કે, સત્તાધીશો બે પગ વાળા આખલા, ગૌચરો ચરી ગયા છે, તેને ખુલ્લા પાડો 

Top Stories Ahmedabad Gujarat
ડબ્બામાં પૂર્વામાં આવેલી ગાયો દંડ લઈને છોડવાના કાયદાનું પાલન કરો. માલધારી સમાજ ગાયો છૂટી મૂકે છે તેઓ સત્તાધીશો ભ્રામક પ્રચાર બંધ કરે, માલધારી

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોર નો પ્રશ્ન વિકટ બન્યો છે. ત્યારે સરકાર દ્વારા કડક કાર્યવાહી કરવાની સુચના આપવામાં આવી છે. ત્યારે માલધારી સમાજમાં સરકારના પગલાને લઈ ભારે રોષ જોવા મળી રહ્યો છે.  જેને પગલે માલધારી સમાજ દ્વારા અમદાવાદના બાપુનગર વિસ્તારમાં એક મોટી વેદના રેલીનું આયોજ કરવામાં આવ્યું છે.

આ અંગે માલધારી સમાજના પ્રવકતા નાગજીભાઈએ જણાવ્યુ હતું કે, બાપુનગર ભીડભંજન  હનુમાન મંદિર થી લાલ દરવાજા ભદ્રકાળી  માતાના મંદરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે.  અને આ રેલીમાં મોટી સંખ્યામાં માલધારી સમાજના આગેવાનો હાજરી આપશે. જેમાં વિરમગામના ધારાસભ્ય લાખાભાઇ ભરવાડ અને રાધનપૂરના  ધારાસભ્ય રઘુભાઈ દેસાઇ પણ હાજરી આપશે.

una 4 બે પગ વાળા આખલા, ગૌચરો ચરી ગયા છે, તેને ખુલ્લા પાડો : વેદના રેલીમાં માલધારી સમાજનો આક્ષેપ

રેલીનો હેતુ સરકાર પાસે પોતાની માંગણીઓ પુરી કરાવવા માટે આ વેદના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગે પ્રવકતા નાગજીભાઈએ જણાવ્યુ હતું કે,

  • શહેરી વિસ્તારને ગામડામાં ભેળવ્વાણું બંધ કરો
  • માલધારી વસાહતો બનાવવાની વૈકલ્પિક વ્યવસ્થા આપો.
  • નિર્દોષ રાહદારીઓને અકસ્માતથી માલધારી સમાજ દુખી છે પણ સત્તાધીશોસુખદ નિવારણ લાવવામાં નિષ્ફળ ગયા
  • માલધારીઓના નિવાસ સ્થાનેથી અને તબેલાઓમાંથી તેમજ વડાઓમથી પશુઓને ઝૂટવી જવાનું સત્તાધીશોએ બંધ કરે
  • માલધારીઓ ઉપર તેમજ બેન-દીકરીઓ ઉપર ખોટા પોલીસ કેસ અને મરઝૂડ સત્તાધીશોએ બંધ કરેઢોર અંકુશ નિયંત્રણ કડો, તે કાયદો રોડ ઉપરથી પશુ હટાવવાનો છે જ નહિ. ગૌચરોની જમીનો ગળી જવાનો કાળો કાયદો રદ કરો.
  • 156 નગરપાલિકા અને 8 મહાનગર પાલિકામાં 70 લાખ કરતાં વધુ માલધારીઓને બેરોજગાર બનાવવાનું સત્તાધીશોએ બંધ કરે
  • સત્તાધીશો સત્તામાં નોહતા ત્યારે ગાય માતા હતી. અત્યારે જ્યારે તમે સત્તામાં આવ્યા ત્યારે ગાય રખડતું ઢોર બની  ગયું છે.
  • ડબ્બામાં પૂર્વામાં આવેલી ગાયો દંડ લઈને છોડવાના કાયદાનું પાલન કરો. માલધારી સમાજ ગાયો છૂટી મૂકે છે તેઓ સત્તાધીશો ભ્રામક પ્રચાર બંધ કરે, સાચી હકીકત એ છે કે, સત્તાધીશો બે પગ વાળા આખલા, ગૌચરો ચરી ગયા છે, તેને ખુલ્લા પાડો
  • શહેરી વિસ્તારમાં ઘરે રાખતા પશુઓ માટે ઘાસચારો સત્તાધીશોએ બંધ કરાવ્યો છે તે જાહેરનામું પરત ખેંચો.

#epedemic/ વડોદરા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો, બાંધકામ સાઇટને અપાઈ નોટિસ