Not Set/ “મામા બની ગયો, પાર્ટી તો આપ હવે ” યુવકે પાર્ટી ન આપતા વાંચો પછી શું થયું

અમદાવાદ શહેરમાં ગુનાખોરી સતત વધતી જ જઈ રહી છે. નજીવી બાબતમાં મારામારી કે પછી જીવેલણ હુમલાના કિસ્સા તો જાણે હવે અમદાવાદમાં સામાન્ય થઇ ગયા હોય તેમ બની રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે ગઈ કાલે નજીવી બોલાચાલીમાં યુવકની ઉપર એક શખ્સએ લાકડાના ડંડા વડે હુમલો કરી દીધો હતો જેમાં […]

Ahmedabad Gujarat
crime scene tape generic4511111 "મામા બની ગયો, પાર્ટી તો આપ હવે " યુવકે પાર્ટી ન આપતા વાંચો પછી શું થયું

અમદાવાદ શહેરમાં ગુનાખોરી સતત વધતી જ જઈ રહી છે. નજીવી બાબતમાં મારામારી કે પછી જીવેલણ હુમલાના કિસ્સા તો જાણે હવે અમદાવાદમાં સામાન્ય થઇ ગયા હોય તેમ બની રહ્યા છે. તાજેતરની જો વાત કરીએ તો અમદાવાદના જમાલપુર ચાર રસ્તા પાસે ગઈ કાલે નજીવી બોલાચાલીમાં યુવકની ઉપર એક શખ્સએ લાકડાના ડંડા વડે હુમલો કરી દીધો હતો જેમાં તેને માથામાં ઇજા પણ પહોંચી હતી. આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઇ છે. પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

જમાલપુર ચાર રસ્તા પાસે શાકભાજીની લારી લગાવતા સલમાન ભાઈ શેખની બહેરામપુરા વિસ્તારમાં રહેતા શોએબ શેખ નામની વ્યક્તિ સાથે તકરાર થઇ હતી. સલમાન ભાઈ થોડા દિવસો પહેલા જ મામા બન્યા હતા. જે મુદ્દે શોએબએ તેમના પાસેથી પાર્ટી માંગી હતી. જોકે, સલમાન ભાઈ પાસે પૈસા ન હોવાથી તેમણે પાર્ટી આપવાનું ના પાડી દેતા શોએબ એક દમ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે ખુબજ આવેશમાં આવી જઈને ક્યાંકથી લાકડાનો ડંડો લઇ આવ્યો હતો અને તેણે સલમાન ભાઈને માથામાં જોરદાર ફટકો મારી દેતા તેમના માથામાંથી લોહી નીકળવાનું શરૂ થઇ ગયું હતું. આસપાસના લોકોએ સમગ્ર ઘટનાને નજરો નજર જોયા બાદ પરિસ્થતિ વધુ ન વણસે તે માટે સલમાન ભાઈની મદદે દોડી આવતા ઘટના સ્થળેથી આરોપી શોએબ ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ મામલે સલમાન ભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ મથકમાં આરોપી શોએબ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનાં ચક્રો ગતિમાન કર્યા છે.