Not Set/ ગાંધીનગર: રેસ્ટોરન્ટમાં હુક્કો પીતાં 27 યુવક-યુવતીઓ ઝડપાયાં

ગાંધીનગર, રાજ્યમાં હુક્કાબાર ગેરકાયદેસર છે. છતાંપણ વારંવાર હુક્કાબાર ઝડપાવવાની ખબરો સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગરના શમિયાણા રેસ્ટોરન્ટમાં હુક્કો પીતાં 27 યુવક-યુવતીઓ ઝડપાયાં છે. ગાંધીનગરના શામિયાણા હુક્કાબાર પર SOGએ વહેલી સવારે દરોડા પાડ્યાં હતાં. જુદી-જુદી ફ્લેવરના હુક્કા જપ્ત કરવામાં આવ્યાં હતાં. તેની સાથે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી આવી હતી. આ મામલે પોલીસે તમામ […]

Top Stories Gujarat Trending
paresh dhanani 1 ગાંધીનગર: રેસ્ટોરન્ટમાં હુક્કો પીતાં 27 યુવક-યુવતીઓ ઝડપાયાં

ગાંધીનગર,

રાજ્યમાં હુક્કાબાર ગેરકાયદેસર છે. છતાંપણ વારંવાર હુક્કાબાર ઝડપાવવાની ખબરો સામે આવી રહી છે. ત્યારે ગાંધીનગરના શમિયાણા રેસ્ટોરન્ટમાં હુક્કો પીતાં 27 યુવક-યુવતીઓ ઝડપાયાં છે.

 નોંધનીય છે કે રાજ્યમાં હુક્કાબાર ગેરકાયદેસર છે. છતાંપણ વારંવાર હુક્કાબાર ઝડપાવવાની ખબરો સામે આવી રહી છે.

ગાંધીનગરના શામિયાણા હુક્કાબાર પર SOGએ વહેલી સવારે દરોડા પાડ્યાં હતાં. જુદી-જુદી ફ્લેવરના હુક્કા જપ્ત કરવામાં આવ્યાં હતાં. તેની સાથે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી આવી હતી.

 થોડા સમય પહેલા અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાંથી પોલીસે હુક્કાબાર ઉપર રેડ કરી હતી. વસ્ત્રાપુર પોલીસે આ વિસ્તારમાં આવેલા ટેન-10 હુક્કાબારમાં રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન વિવિધ પ્રકારના હુક્કા સાથે દારૂ પણ મળી આવ્યો હતો. જેથી પોલીસ હુક્કાબારના માલિક, મેનેજરની અટકાયત કરી હતી. તેમની વિરૂદ્ધ ગુનો નોંધી વધારે તપાસ હાથધરી છે.

આ મામલે પોલીસે તમામ યુવક,યુવતી અને હુક્કાબારનાં માલિકો સામે ગુનો નોંધીને તપાસ આગળ વધારી છે.

 અહીંથી જુદી-જુદી ફ્લેવરના હુક્કા જપ્ત કરવામાં આવ્યાં હતાં. તેની સાથે વિવિધ બ્રાન્ડની દારૂની બોટલો પણ મળી આવી હતી. આ મામલે પોલીસે તમામ યુવક,યુવતી અને હુક્કાબારનાં માલિકો સામે ગુનો નોંધીને તપાસ આગળ વધારી છે.

એક મહિનાથી ચાલતાં હુક્કાબારમાંથી 4 યુવતી અને 23 યુવકો હુક્કો પીતાં ઝડપાયાં છે અને પોલીસ દ્વારા 11 હુક્કા કબ્જે કરી શમિયાણા રેસ્ટોરન્ટના માલિક સહિત 3 લોકોની ધરપકડ કરવામાં આવી છે અને ટોબેકો તથા અલગ-અલગ ફ્લેવરના હુક્કાઓ કબ્જે કરવામાં આવ્યા હતા.