Surat/ સુરત : કાચબાએ 1 વર્ષના બાળકને ગાલ પર બચકું ભરી લીધું, બાળક 24 કલાક ઓબ્ઝર્વેશનમાં

સુરતમાં ભેસ્તાન વિસ્તારમાં 1 વર્ષનું બાળક કાચબા સાથે રમી રહ્યું હતું. ત્યારે રમતા-રમતા અચાનક કાચબાએ બાળકના ગાલ પર બચકું ભરી લીધુ.માતા-પિતાની વધી ચિંતા.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 02 09T160802.344 સુરત : કાચબાએ 1 વર્ષના બાળકને ગાલ પર બચકું ભરી લીધું, બાળક 24 કલાક ઓબ્ઝર્વેશનમાં

@ દિવ્યેશ પરમાર

સુરતમાં કૂતરા કરડવાના કિસ્સા અવારનવાર સામે આવતા હોય છે પરંતુ, આજ રોજ એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. સુરતના ભેસ્તાન વિસ્તારમાં 1 વર્ષનું બાળક કાચબા સાથે રમી રહ્યું હતું. ત્યારે રમતા-રમતા અચાનક કાચબાએ બાળકના ગાલ પર બચકું ભરી લીધુ. આ ઘટનાના કારણે માતા-પિતા હેબતાઈ ગયા હતા અને તુરંત જ બાળકને સારવાર માટે નવી સિવિલ લઈને પહોંચ્યા હતા. અહીં બાળકની તપાસ કરતા ડોક્ટરોએ તેને 24 કલાક માટે ઓબ્ઝર્વેશનમાં રાખવા કહ્યુ હતું.

મળતી માહિતી મુજબ, મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ભેસ્તાનમાં સંગમ સોસાયટીમાં, રાજુભાઈ ગોગે પત્ની અને ખંડુ નામના એક વર્ષના બાળક સાથે રહે છે. રાજુભાઈ સચિન જીઆઈડીસીમાં આવેલી કેમિકલ કંપનીમાં મજૂરીકામ કરે છે. બુધવારની રાતે 8.30 વાગ્યાની આસપાસ જમીને પોતાના દીકરાને લઈને વોકિંગ માટે નીકળ્યા હતા. આ દરમિયાન તેઓને ઘર પાસે કંઈક હલનચલન કરતું દેખાયું. નજીક આવીને જોયું તો કાચબો ધીમે-ધીમે સરકી રહ્યો હતો. આ કાચબાને જોઈને રાજુભાઈ અને ખંડુએ તેને ઘરે લઈ જવા માટેનું મન બનાવી લીધુ. તેઓ કાચબાને ઘરે જ પેટ તરીકે રાખતા હતા. રાજુભાઈએ ગત રોજ કાચબાને દીકરા ખંડુના હાથમાં આપ્યો હતો એટલે તે તેની સાથે રમી રહ્યો હતો. આ દરમિયાન જ કાચબાએ ખંડુના જમણા ગાલ ઉપર બચકું ભરી લીધું હતું. જેની જાણ થતાં જ તુરંત રાજુભાઈ અને તેના પત્ની બાળકને લઈને નવી સિવિલમાં સારવાર માટે દોડી આવ્યા હતા. આ ઘટનાના કારણે બંને થોડા સમય માટે હેબતાઈ ગયા હતા.

નવી સિવિલ હોસ્પિટલમાં પિડીયાટ્રીક વિભાગના ડોકટર ખુશ્બુ ચૌધરીએ જણાવ્યું હતું કે, કાચબામાં કૂતરા, બિલાડીની જેમ રેબીઝનું ઝેર હોતું નથી. કાચબાનો સ્વભાવ માણસ જેવો સામાન્ય હોય છે. કાચબા કયારેય કોઈને બચકું ભરતું નથી. પરંતુ આ કિસ્સામાં બાળકને કાચબાએ બચકું ભર્યું હોવાથી તેને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવશે. વધુમાં જણાવ્યું હતું કે, કાચબાના બચકું ભરવાથી કઈ થતું નથી. બાળક આવ્યું ત્યારે પણ તેને કઈ અસર ન હતી. બચકું ભરવાથી લોહી નીકળવું કે સોજો આવી જવા જેવું કંઈ જ થતું નથી. કાચબા ઝેરી હોતા નથી એટલે કોઈ એન્ટીડોટ કે કોઈ ભારે રસી પણ આપવી પડતી નથી તેમછતાં તેના પિતાને કહ્યું છે કે, ખંડુને કોઈપણ લક્ષણ દેખાય તો તરત જ સારવાર માટે લઈને આવવું. આ સાથે કાચબાના કરડવાથી કોઈપણ ઝેરી અસર થતી નથી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:રવિન્દ્ર જાડેજા/મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ