રવિન્દ્ર જાડેજા/ મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ

તાજેતરમાં જજ એક અગ્રણી અખબારને આપેલા ઇન્ટરવ્યુમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ આપેલા ઇન્ટરવ્યુમાં પુત્ર રવિન્દ્ર જાડેજા સાથે કોઈ સંબંધ નથી અને તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તેમ જણાવ્યું હતું તેનો જવાબ આપતા રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે આ ફક્ત સિક્કાની એક જ બાજુ જણાવવામાં આવી રહી છે.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 15 3 મારા પરના આરોપો અર્થહીનઃ અમારી છબી ખરડવાનો પ્રયાસ

જામનગરઃ તાજેતરમાં ભારતના સ્ટાર ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાએ આપેલા ઇન્ટરવ્યુમાં પુત્ર રવિન્દ્ર જાડેજા સાથે કોઈ સંબંધ નથી અને તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તેમ જણાવ્યું હતું તેનો જવાબ આપતા રવિન્દ્ર જાડેજાએ જણાવ્યું હતું કે આ ફક્ત સિક્કાની એક જ બાજુ જણાવવામાં આવી રહી છે.

તેઓએ ઇન્ટરવ્યુમાં આપેલી બધી વાતો અર્થહીન અને વાહિયાત તથા સત્યથી વેગળી છે. હું આ વાતોને ફગાવી દઉં છું. આ મારી અને મારી પત્નીની છબી ખરડવાનો દેખીતો પ્રયાસ છે. તે એકદમ નિંદનીય અને અશોભનીય છે. મારી પાસે કહેવાનું ઘણું બધું છે અને જે હું જાહેરમાં ન કહું તે સારું છે.

ઉલ્લેખનીય છે કે અગાઉના એક અખબારી અહેવાલમાં તેના પિતાએ કોઈ સંબંધ ન હોવાની વાત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે રવિને ક્રિકેટર બનાવવાનો મને ઘણો અફસોસ છે. તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારુ હોત. આજે અમારો તેની સાથે કોઈ સંબંધ નથી. અમે તો જે સ્થિતિમાં હતા તે જ સ્થિતિમાં છીએ.

‘હું તમને સાચું કહું છું, મારો રવિ કે તેની પત્ની રીવાબા સાથે કોઈ સંબંધ નથી. અમે તેમને બોલાવતા નથી અને તેઓ અમને બોલાવતા નથી. રવિના લગ્નના બે-ત્રણ મહિના પછી જ વિવાદો થવા લાગ્યા હતા. હાલ હું જામનગરમાં એકલો રહું છું, રવિન્દ્ર અલગ રહે છે. ખબર નહીં પત્નીએ તેના પર શું જાદુ ચલાવ્યો છે. મારે એક પુત્ર છે, મારું હૃદય બળીને રાખ થઈ ગયું છે. તેણે લગ્ન ન કર્યા હોત તો સારું થાત. જો તેને ક્રિકેટર ન બનાવાયો હોત તો સારું થાત. અમે આ સ્થિતિમાં ન હોત.

તેમણે રવિન્દ્ર જાડેજા અને વહુ રીવાબા અંગેના સંબંધો પર પહેલી વખત મોઢું ખોલ્યું હતું. ઉલ્લેખનીય છે કે રવિન્દ્ર જાડેજાને ક્રિકેટર બનાવવામાં તેના પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. આજે રવિન્દ્ર જાડેજા ક્રિકેટમાં જે પણ છે તે તેના પિતાના કારણે છે. હવે જ્યારે એક પિતા આ વાત કહે છે ત્યારે સમજાઈ જાય છે કે તેમની સ્થિતિ શું હશે.

તેમણે જણાવ્યું હતું કે તેમણે તેમના પૌત્રનું મોઢું પણ જોયું નથી. આજે તેઓ પોતે તેમના પૌત્રનું મોઢું જોવા માટે તલસી રહ્યા છે, પણ હવે તેમને સંબંધ જ નથી. તે પોતે પણ મને જોવા આવતો નથી. આ જોઈ મને પોતાને પણ આશ્ચર્ય થાય છે જે સંતાનને અમે મોટો કર્યો તેનો અમારી સાથે આવો વ્યવહાર કેમ. આજે તેને મોટો ક્રિકેટર બનાવ્યાનું મને દુઃખ છે. હવે તો એમ જ થાય છે કે તેને ક્રિકેટર ન બનાવ્યો હોત તો સારુ. પોતાના સંતાનોની મહત્વાકાંક્ષા માટે જીવતા માબાપ માટે આ બનાવ એક મોટી ચેતવણી સમાન છે. તેઓએ પછી આ જ રીતે એકલા રહેવાનો વારો આવી શકે છે. તેની સાથે તે વાતનું પણ પ્રતિબિંબ પડે છે કે ક્રિકેટરોની ઝાકઝમાળ પાછળની દુનિયામાં તેમના અંગત સંબંધો ઘણા પાછળ છૂટી જતાં હોય છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ