- 4200 ગ્રેડ પે મામલે મોટા સમાચાર
- શિક્ષકોના ગ્રેડ પેમાં કરાયો સુધારો
- જુનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરાયો: નીતિન પટેલ
- 2400 ગ્રેડ પેમાં આવતા શિક્ષકોને 4200 ગ્રેડ પે મળશે
- રાજ્યના 65 હજાર પ્રાથમીક શિક્ષકોને લાભ મળશે
- શિક્ષકોના પ્રમોશન માટે કોઈ પરિક્ષા લેવાશે નહિ: નીતિન પટેલ
રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી પ્રાથમિક શિક્ષકોની અનેક માંગણીઓ પેન્ડીગ હતી. અને શિક્ષકો ગ્રેડ પે સહિતની પડતર માંગણીઓના ઉકેલ માટે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરી રહ્યા હતા. આજ રોજ ગાંધીનગર ખાતે શિક્ષક સંઘની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મિટીંગ થઈ હતી. જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે.
જેમાં શિક્ષકોના ગ્રેડ પેમાં કરાયો સુધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે. જુનો પરિપત્ર રદ કરવાનો નિર્ણય કરાયો છે. તો 2400 ગ્રેડ પેમાં આવતા શિક્ષકોને 4200 ગ્રેડ પે મળશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના 65 હજાર પ્રાથમીક શિક્ષકોને લાભ મળશે. શિક્ષકોના પ્રમોશન માટે કોઈ પરિક્ષા લેવાશે નહિ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
