ત્રિપલ તલાક/ અમદાવાદમાં રસ્તા પર જ યુવકે પત્નીને આપી દીધા ‘ત્રિપલ તલાક’

અમદાવાદમાં દાણીલીમડામાં જ ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ જાહેર રોડ પર પત્નીને ત્રિપલ તલાક આપતા પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

Top Stories Ahmedabad Gujarat
Triple Talak

કેન્દ્ર સરકાર ત્રિપલ તલાક પર પ્રતિબંધ લાવી હોવા છતાં પણ તેનો Triple Talak ભંગ થતો જોવા મળ્યો છે. અમદાવાદમાં દાણીલીમડામાં જ ત્રિપલ તલાકનો કિસ્સો સામે આવ્યો છે. પતિએ જાહેર રોડ પર પત્નીને ત્રિપલ તલાક આપતા પત્નીએ દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. અમદાવાદમાં દાણીલીમડામાં રહેતી 25 વર્ષીય યુવતીના લગ્ન 2018માં જુહાપુરામાં થયા હતા. લગ્ન બાદ સાસરિયાઓએ ત્રાસ આપવાનો પ્રારંભ કરતા પરીણિતા પિયરત પરત આવી હતી. તેના પછી તેણે 2022માં કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને તે કેસ ચાલતો હતો.

યુવતીના પિતાએ સમજાવવા કર્યો પ્રયાસ
ગઈકાલે યુવતી તેના પિતા અને ભાઈ સાથે બહાર નાસ્તો કરવા માટે Triple Talak ગઈ હતી. આ દરમિયાન તેઓ નાસ્તાની લારી પર ઊભા ઊભા નાસ્તો કરી રહ્યા હતા. આ દરમિયાન યુવતીનો પતિ ત્યાંથી નીકળ્યો હતો. તેથી યુવતીના પિતાએ જમાઈને જોતા તેને રોક્યો હતો અને દીકરીના ઘર સંસાર અંગે વાત કરી હતી. આના પગલે યુવતીનો પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે તેની પત્નીને કહ્યું હતું કે, ‘તું મને છેલ્લા એક વર્ષથી કોર્ટના ઘક્કા ખવડાવે છે, હવે હું કંટાળી ગયો છું. મારા લગ્નની બીજે વાત ચાલી રહી છે. હું તારી સાથે હવે કોઈ સંબંધ રાખવા માંગતો નથી, હું તને તલાક આપું છું.’

રસ્તા પર જ આપ્યા તલાક
જે બાદ યુવકે ગુસ્સામાં રસ્તા પર ત્રણ વાર તલાક-તલાક-તલાક બોલીને Triple Talak ચાલ્યો ગયો હતો. યુવકે પત્નીને રોડ પર જ ત્રણ વાર તલાક કહી દેતા યુવતીને આઘાત લાગ્યો હતો. યુવતીનું બ્લડ પ્રેશર વધી જતા તેને ચક્કર આવતા તેને સારવાર અર્થે ખસેડવામાં આવી હતી. આ મામલે યુવતીએ ફરિયાદ આપતા હવે દાણીલીમડા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

2019માં લાવવામાં આવ્યો હતો કાયદો
દેશમાં ટ્રિપલ તલાક એટલે કે એક સાથે ત્રણ વખત ‘તલાક’ શબ્દ બોલીને Triple Talak પત્નીને છુટાછેડા આપવાને એક અપરાધ માનવામાં આવે છે. ત્રણ તલાક (તલાક-એ-બિદ્દત) પર પ્રતિબંધ મુકવાના ઉદ્દેશ્ય સાથે લાવવામાં આવેલું બિલ વર્ષ 2019માં લોકસભા પછી રાજ્યસભામાંથી બહુમતી સાથે પસાર થઈ ગયું હતું અને રાષ્ટ્રપતિના હસ્તાક્ષર બાદ કાયદો બન્યો હતો.

ત્રિપલ તલાકના કાયદાની જોગવાઈઓ

ત્રણ વખત તલાક-તલાક બોલીને પત્નીને છૂટાછેડા આપનારા પતિને Triple Talak મહત્તમ ત્રણ વર્ષની સજા થઈ શકે છે. તેની સામે પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર થઈ શકે છે. કોઈપણ સ્વરૂપમાં આપવામાં આવેલા ત્રણ તલાક ગેરકાયદે ગણવામાં આવશે. આ પ્રકારના તલાક કે છૂટાછેડા અધિકૃત નહી ગણાય. હવે ત્રિપલ તલાક બિનજામીનપાત્ર અને ગંભીર અપરાધ બની ગયો છે. આ રીતે તલાકનો ભોગ નનાર પીડિત મહિલા પોતાના અને સગીર વયના બાળકો માટે કોર્ટમાં ભરણપોષણનો દાવો કરી શકે. કોર્ટ ભરણપોષણની રકમ નક્કી કરી શકે. મહિલા સગીર વયના બાળકોની કસ્ટડી માટે કોર્ટનો દરવાજો પણ ખખડાવી શકે.

 

આ પણ વાંચોઃ China Cash Reserve Ratio Cut/ ચીનની સ્વતંત્ર નાણાકીય નીતિઃ રોકડ રિઝર્વ રેશિયામાં ઘટાડો કર્યો

આ પણ વાંચોઃ હે ભગવાન!/ સુરતમાં દારૂના નશામાં પાણી સમજી એસિડ પીતા યુવકનું મોત

આ પણ વાંચોઃ નર્મદા/ સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું સમાપન