હે ભગવાન!/ સુરતમાં દારૂના નશામાં પાણી સમજી એસિડ પીતા યુવકનું મોત

સુરતમાં પાણી સમજીને એસિડ પીવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ અમૃત પાટીલ હોવાનું સામે આવ્યું છે અને આ ઘટના સુરતના ઝોલવા ગામમાં બની છે. દારૂના નશાની હાલતમાં અમૃત પાટીલને તરસ લાગી હતી

Top Stories Gujarat Surat
એસિડ

સુરતમાં દારૂના નશામાં પાણી સમજીને એસિડ પી જતા એક વ્યક્તિના મોતની ઘટના સામે આવી છે. પરિવારના કહેવા અનુસાર આ વ્યક્તિ બેન્ક લોનના કારણે પણ પરેશાન રહેતા હતા. આ ઘટના જોલવા ગામમાં બની હતી. ઘટનાની જાણ થતાં પોલીસે વ્યક્તિના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.

સુરતમાં પાણી સમજીને એસિડ પીવાના કારણે એક વ્યક્તિનું મોત થયું છે. મૃતકનું નામ અમૃત પાટીલ હોવાનું સામે આવ્યું છે અને આ ઘટના સુરતના ઝોલવા ગામમાં બની છે. દારૂના નશાની હાલતમાં અમૃત પાટીલને તરસ લાગી હતી જો કે રસ્તા પર પડેલી એસિડની બોટલને પાણી સમજીને એસિડ પી જતા અમૃત પાટીલનું મોત થયું છે. આ ઘટનાને લઇ પોલીસ દ્વારા અમૃત પાટીલના મૃતદેહને નવી સિવિલ હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે.

અમૃત પાટીલના દિકરા રાજેન્દ્રનું કહેવું છે કે પિતા છેલ્લા ઘણા સમયથી માનસિક રીતે પડી ભાંગ્યા હતા અને બેંકની લોનના કારણે તેઓ ટેન્શનમાં રહેતા હતા. સમયસર હપ્તા ન ભરવાના કારણે બેન્ક દ્વારા અમૃત પાટલીનું મકાન સીલ કરી દેવામાં આવ્યું હતું અને તેના કારણે તેઓ થેલા ઘણા સમયથી માનસીક ટેન્શનમાં હતા. તો બે વર્ષ પહેલાં જ અમૃત પાટીલનો એક દીકરો મૃત્યુ પામ્યો હતો તેને લઈને પણ તેઓ પરેશાન રહેતા હતા. અમૃત પાટીલ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા અને પરિવારના કયા અનુસાર આર્થિક સંકળામણમાં તેમને આ પગલું ભર્યું હોઈ શકે છે.

મૃતકના દીકરાએ જણાવ્યું કે, તેને પિતાનો ફોન આવ્યો હતો કે દારૂના નશામાં તેમનાથી ભૂલ થઈ ગઈ છે અને પાણીના બદલે એસિડ પી લીધું છે. આ પછી યુવક પોતાના પિતાને 108ની મદદથી હોસ્પિટલ લઈ ગયો હતો પરંતુ તેમનો જીવ બચાવી શકાયો નહોતો.

આ પણ વાંચો:અમદાવાદમાં કોરોનાએ હાફ સેન્ચુરી ફટકારીઃ સંજીવની રથ શરૂ કરાશે

આ પણ વાંચો:રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નસીબમાં પણ ‘માવઠું’

આ પણ વાંચો:ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે,જાણો કાર્યક્રમની રુપરેખા

આ પણ વાંચો:કિરણ પટેલ મામલે વધુ એક ખુલાસો, જાણો કોણ છે અને ક્યાં ક્યાં નોધાઇ ચુક્યા છે તેના સામે કેસ

આ પણ વાંચો:સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં યોજાયેલી રાષ્ટ્રીય કક્ષાની તીરંદાજી સ્પર્ધાનું સમાપન