Unseasonal rain/ રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નસીબમાં પણ ‘માવઠું’

ગુજરાતમાં માવઠાની આગાહીને સાચી ઠેરવતા હોય તેમ અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. શુક્રવારે મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને કેટલાય ખેડૂતોને રાતાપાણીએ રોતા કરી દીધા છે.

Top Stories Gujarat
Unseasonal Reason

સાબરકાંઠા: ગુજરાતમાં માવઠાની આગાહીને Unseasonal Rain સાચી ઠેરવતા હોય તેમ અનેક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે વરસાદ ખાબક્યો હતો. શુક્રવારે મોડી રાત્રે સાબરકાંઠા જિલ્લામાં થયેલા વરસાદને કેટલાય ખેડૂતોને રાતાપાણીએ રોતા કરી દીધા છે. સામાન્ય રીતે વરસાદ જોઈને ખુશ થતાં ખેડૂતો આ વરસાદને જોઈને રોઈ રહ્યા છે.

હિંમતનગર, તલોદની સાથે પ્રાંતિજના ગામોમાં રાત્રે માવઠું Unseasonal Rain થયુ હતુ. તેનીસાથે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. કેટલાય સ્થળોએ ભારે વરસાદના લીધે હિંમતનગર સહિત અનેક ગામોમાં વીજળી ડુલ થઈ હતી. કમોસમી વરસાદથી ખેડૂતોના પાકને નુકસાનની ભીતિ છે. બીજી બાજુએ કમોસમી વરસાદથી સૌરાષ્ટ્ર પણ વંચિત રહ્યુ ન હતુ. ભાવનગર અને અમરેલીમાં પણ માવઠું થયું હતું.

ભાવનગરમાં મોડી રાત્રે ભારે વરસાદ થયો હતો. Unseasonal Rain ગાજવીજ, તેજપવન અને વીજળીના કડાકા સાથે વરસાદ થયો હતો. ભારે વરસાદના પગલે મોડી રાત્રે શહેરના કેટલાય વિસ્તારો વીજળી ડુલ થઈ ગઈ હતી. માવઠાના લીધે ખેડૂતોને પાકમાં નુકસાન જાય તેવી સંભાવના સેવાઈ રહી છે. કેરી, ધાણા, જીરુ, ઘઉંના પાકમાં નુકસાન જાય તેવો ડર વ્યક્ત કરવામાં આવી રહી છે.

અમરેલીના સાવરકુંડલાના ગ્રામીમ પંથકોમાં માવઠું થયું હતું. Unseasonal Rain વંડા ફાસરિયા, આકોડા, છાપરી, ડેકડી, ભોકરવા સહિત આસપાસના વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો  હતો. કમોસમી વરસાદ પડતા ચણા ઘઉં, અને બાગાયત પાકને નુકસાન જાય તેવો ડર ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. કમોસમી વરસાદના લીધે ખેડૂતોની ચિંતા બમણી થઈ ગઈ છે. હજી પણ આગામી ત્રણ-ચાર દિવસ આ જ પ્રકારનું વાતાવરણ રહેવાની સંભાવના છે અને વરસાદની પણ આગાહી કરવામાં આવી છે.

18 માર્ચે અમદાવાદ, અરવલ્લી, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, મહિસાગર, પંચમહાલ, સાબરકાંઠા, ડાંગ, નર્મદા, તાપી, અમરેલી, ગીર સોમનાથ, જામનગર, રાજકોટ અને કચ્છમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્યથી Unseasonal Rain મધ્યમ વરસાદની આગાહી છે. 19 માર્ચે બનાસકાંઠા. સાબરકાંઠા, દાહોદ, છોટા ઉદેપુર, અમરેલી, કચ્છમાં ગાજવીજ અને 40 કિલોમીટરની ઝડપે પવન સાથે સામાન્ય વરસાદની શક્યતા છે. 20 અને 21 માર્ચે રાજ્યના અકાદ બે વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાનું અનુમાન છે. આ ઉપરાંત જાણીતા જ્યોતિષ અંબાલાલે પણ આગાહી કરી છે કે આ વર્ષે માવઠુ ફક્ત માર્ચમાં જ નહી એપ્રિલમાં પણ આવશે અને જુનમાં પણ હશે. આ વર્ષે વાતાવરણ વિષમ હશે.

આ પણ વાંચોઃ Modi-Biden-Dinner/ રાષ્ટ્રપતિ બિડેન આ ઉનાળામાં પીએમ મોદીને સ્ટેટ ડિનર માટે હોસ્ટ કરી શકે

આ પણ વાંચોઃ PM Modi-Millets/ ધાન પરના વૈશ્વિક અન્ન સંમેલન ‘શ્રી અન્ન’નું ઉદઘાટન કરશે પીએમ મોદી

આ પણ વાંચોઃ Rahul-Harbhajan/ ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ વન-ડેમાં ભારતના વિજયના હીરો રાહુલના વખાણ કરતો હરભજન