SIA Raid/ કાશ્મીરમાં શ્રીનગર, અનંતનાગ, કુલગામમાં કેટલાય સ્થળોએ SIAના દરોડા

જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ આજે ​​(18 માર્ચ) સવારે આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી હતી. એજન્સી અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. SIAની ટીમ અનંતનાગ, કુલગામ, શોપિયાં અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.

Top Stories India
SIA Raid કાશ્મીરમાં શ્રીનગર, અનંતનાગ, કુલગામમાં કેટલાય સ્થળોએ SIAના દરોડા

જમ્મુ અને કાશ્મીરની રાજ્ય તપાસ એજન્સી (SIA) એ આજે ​​(18 માર્ચ) સવારે SIA Raid આતંકવાદીઓ વિરુદ્ધ મોટી કાર્યવાહી શરૂ કરી હતી. એજન્સી અનેક સ્થળોએ દરોડા પાડી રહી છે. SIAની ટીમ અનંતનાગ, કુલગામ, શોપિયાં અને શ્રીનગરમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. SIAના એક ટોચના અધિકારીએ જણાવ્યું કે તપાસ એજન્સીએ સ્થાનિક પોલીસ અને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (CRPF)ની મદદથી અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે આ દરોડો પહેલાથી નોંધાયેલા કેસમાં કરવામાં SIA Raid આવી રહ્યો છે.

આ સ્થળોએ દરોડા
એજન્સીઓએ શ્રીનગરમાં મોહમ્મદ હનીફ ભટના ઘરે સર્ચ ઓપરેશન SIA Raid હાથ ધર્યું હતું. અધિકારીઓની બીજી ટીમે ગુલામ અહેમદ લોનના પુત્ર અબ્દુલ હમીદ લોનના ઘરે દરોડા પાડ્યા હતા. અન્ય એક ટીમ શોપિયાંના રેબન ઝૈનપોરામાં સરજન બરકાતીના પુત્ર અબ્દુલ રઝીક વાગેના ઘરે પહોંચી અને તલાશી લીધી. સર્જન બરકાતીના ભાઈ મોહમ્મદ શફીના ઘરની પણ સર્ચ કરવામાં SIA Raid આવી રહી છે. કુલગામમાં એજન્સીએ કટપોરા યારીપોરામાં એક ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અનંતનાગમાં પણ કેટલાક ઘરોમાં દરોડા ચાલુ છે.

NIAએ પણ દરોડા પાડ્યા હતા
આ પહેલા મંગળવારે (14 માર્ચ) NIAની ટીમે જમ્મુ-કાશ્મીરમાં SIA Raid ટેરર ​​ફંડિંગના મામલામાં અનેક જગ્યાએ દરોડા પાડ્યા હતા. NIA અધિકારીઓએ જમ્મુ અને કાશ્મીર પોલીસ અને CRPFની મદદથી ખીણના શ્રીનગર, પુલવામા, શોપિયાં, કુલગામ અને અનંતનાગ જિલ્લામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. જમ્મુ-કાશ્મીરમાં એનઆઇએ, ઇડી, સ્ટેટ ઇન્વેસ્ટિગેશન એજન્સી બધા જોડે કામ કરી રહ્યા છે. રાજ્યમાં ભારત વિરોધી વિભાવના ધરાવતા તત્વો, તેને મળતાં નાણાકીય સમર્થન વગેરે પર દરોડા પાડવામાં આવી રહ્યા છે. આના લઈને ત્યાં કાર્યરત રાષ્ટ્રવિરોધી તત્વોમાં પણ સોંપો પડી ગયો છે. આવા એક પછી એક તત્વને ક્યાં તો ઠાર કરવામાં આવી રહ્યા છે અથવા તો જેલભેગા કરીને તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.

 

આ પણ વાંચોઃ  Unseasonal Rain/ રાજયમાં કમોસમી વરસાદથી ખેડૂતોના નસીબમાં પણ ‘માવઠું’

આ પણ વાંચોઃ Modi-Biden-Dinner/ રાષ્ટ્રપતિ બિડેન આ ઉનાળામાં પીએમ મોદીને સ્ટેટ ડિનર માટે હોસ્ટ કરી શકે

આ પણ વાંચોઃ PM Modi-Millets/ ધાન પરના વૈશ્વિક અન્ન સંમેલન ‘શ્રી અન્ન’નું ઉદઘાટન કરશે પીએમ મોદી